મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત


SHARE





મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે નીરુ નગર નજીક હોટલ સામેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી તાલુકાના કુંતાસી ગામે રહેતા પ્રતાપભાઈ રણછોડભાઈ બાબરીયા (65)એ હાલમાં મોરબી તાલુકા પોળી સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેમનો દીકરો દિને  (45) પોતાનું બાઈક નં. જીજે 36 એકે 3921 લઈને પીપળીયા ચાર રસ્તાથી આગળ નીરુનગરના પાટીયા પાસે ક્રિષ્ના હોટલ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.




Latest News