શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે


SHARE











મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ સરદારનગર-1 માં નેચરલ પેલેસ ખાતે રહેતા યુવાનના મોબાઈલ ફોન ઉપર આરટીઓ ચલણની એપીકે ફાઇલ આવી હતી અને તે ફાઈલ ઓપન કરતાની સાથે જ યુવાનનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યાર બાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી કુલ મળીને 3,33,500 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલા યુવાને ઠગાઈની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદા જુદા બે એકાઉન્ટના ધારકોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં એક આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ હતો અને તેના રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ સરદાર નગર-1 માં નેચરલ પેલેસ બ્લોક નંબર 301 માં રહેતા અશોકભાઈ દામજીભાઈ કોટડીયા (46)એ હાલમાં Billdesk A/C No.-PLSREFERREMARKS તથા Billdesk A/C No.-: BHDFJBIOOJOAR1 તથા તપાસમાં ખુલે તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના મોબાઇલ ફોન ઉપર વ્હોટ્સએપમાં આરટીઓ ચલણ એપીકે ફાઈલનો મેસેજ આવ્યો હતો જે મેસેજ ઓપન કરતાની સાથે જ ફરિયાદીનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેના એચડીએફસી બેંકના એકાઉન્ટમાંથી કુલ મળીને 3,33,500 બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી યુવાન સાથે ઠગાઈ થઈ હોય તેણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પીઆઇ આર.એસ. પટેલ અને તેની ટીમે આરોપી બનાવટીલાલ જગદીશપ્રસાદ યાદવ (31) રહે. લોહરવાડા જયપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News