મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા


SHARE





શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા

સુરત ખાતે  શિક્ષક  અભિવાદન સમારોહ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ ધામેલિયા અને મનુભાઈ પંચોળીના શિષ્ય એવા રાઘવભાઈ ડાભી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક રાજકીય, શૈક્ષણિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.  જેમાં ગુજરાતમાંથી ચાર શિક્ષકોને શ્રી નાનાભાઈ ભટ્ટ અગસ્ત્ય સન્માન અને આઠ જેટલાં શિક્ષકોને શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માનથી નવાજવામાં આવ્યાં હતાં.

જેમાં પોતાની અવનવી પ્રવૃત્તિઓ થકી મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના શિક્ષક ગોધવિયા ગૌતમ રામજીભાઈએ શ્રી મનુભાઈ પંચોળી - સોક્રેટિસ સન્માન મેળવી મોરબીનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજતું કરી કર્યું છે.જેઓ શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. તેઓ ' મોજીલો વિદ્યાર્થી' નામનું શાળાપત્ર ચલાવે છે. અંગ્રેજી સમાચાર,ઓનલાઇન ક્વિઝ,ભાષાની વિવિધ પ્રવૃત્તિ કરે છે. આ પહેલાં એમને પ્રતિભાશાળી શિક્ષક,તાલુકા શ્રેષ્ઠ શિક્ષક, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક, શિક્ષક રત્ન એવોર્ડ વગેરે સન્માન મેળવેલ છે. આ સન્માન મેળવવા બદલ ચારે તરફથી શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.




Latest News