મોરબીમાં નાના બાળકોને શૈક્ષિણક કીટ આપીને આઈ શ્રી સોનલમાં નો જન્મોત્સવ ઉજવાયો મોરબી વિહિપ-બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યાના વિરોધમાં કરાયું પૂતળા દહન મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નોને લગતી મુખ્યમંત્રી અને મંત્રીઓને સિરામિક એસો. દ્વારા કરાઇ રજૂઆત હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે
Breaking news
Morbi Today

હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો


SHARE











હળવદ પીજીવીસીએલ દ્વારા સુરક્ષા જ જિંદગી ના મંત્ર સાથે સેમિનાર યોજાયો

વીજળી એ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.

સેમિનારનું મુખ્ય આકર્ષણ સુરક્ષા પર આધારિત એક વિશેષ મૂવી (ફિલ્મ) હતું. આ મૂવીમાં વીજ અકસ્માતની ગંભીર અસરો અને એક નાનકડી ભૂલ કેવી રીતે આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે, તેનું હૃદયસ્પર્શી નિરૂપણ કરવામાં આવ્યું હતું. મૂવી નિહાળ્યા બાદ ઉપસ્થિત કર્મચારીઓ, કોન્ટ્રાકટર મિત્રો અને તેમના પરિવારના સભ્યો સુરક્ષાના નિયમો પાળવા અંગે ભાવુક અને જાગૃત બન્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષ અધિક્ષક ઇજનેર ઘાડીયા અને અતિથિ વિશેષ કાર્યપાલક ઇજનેર ચૌહાણ દ્વારા સુરક્ષાના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને PPE કીટનો અનિવાર્ય ઉપયોગ કરવો જેમાં હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ અને ગ્લવ્ઝ વગર લાઈન પર કામ ન કરવું, કામ શરૂ કરતા પહેલા લાઈન ક્લિયરન્સ (LC) લેવાની પદ્ધતિનું ચુસ્ત પાલન, કર્મચારી જ્યારે ઘરેથી કામ પર નીકળે ત્યારે પરિવારના સભ્યોએ તેમને સુરક્ષાના સાધનો સાથે જવાની યાદ અપાવવી વિગેરે જેવી ટકોર કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં એમ.આર. વસાવા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, જ્યારે જે.એલ. બરંડા દ્વારા ઉપસ્થિત સૌને ફરજ દરમિયાન સુરક્ષાના માપદંડોને પ્રથમ પ્રાધાન્ય આપવા માટેની 'સેફ્ટી પ્રતિજ્ઞા' લેવડાવવામાં આવી હતી. અને વક્તા તરીકે એમ.એમ. ચૌધરી, કે.પી. પટેલ, પી.ડી. પટેલ, હુંબલ અને બરંડાટેકનિકલ સેફ્ટી અને ઉર્જા બચત વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી.

મોરબી વર્તુળ કચેરી અને હળવદ વિભાગીય કચેરીના અધિકારીઓ, મોટી સંખ્યામાં કર્મચારીઓ, લાઈન સ્ટાફ, કોન્ટ્રાકટરો અને ખાસ કરીને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું પ્રભાવી સંચાલન પ્રતિક પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દ્વારા એ સંદેશ આપવામાં આવ્યો હતો કે, "તમારી સુરક્ષા એ જ તમારા પરિવારની ખુશી છે." પીજીવીસીએલના આ પ્રયાસને કર્મચારીઓ અને શહેરીજનોએ બિરદાવ્યો હતો.






Latest News