શ્રી મનુભાઈ પંચોળી-સોક્રેટીસ સન્માન મેળવતા મોરબીની શ્રી બિલિયા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગૌતમભાઈ ગોધવિયા મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી બાંગલાદેશમાં હિન્દુ યુવકની નિર્મમ હત્યાના બાનવનો મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા પૂતળા દહન કરીને વિરોધ મોરબીમાં એપીકે ફાઇલ મોબાઈલમાં સેન્ડ કરીને ફોન હેક કરી બેંકમાંથી 3.33 લાખ ઉપાડી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે વાંકાનેરના વરડુસર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સાયન્સ લેબનું ઉદ્ઘાટન કરાયું મોરબીના નીરૂનગર નજીક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા પામેલા યુવાનુનું મોત મોરબીમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં 3 મકાન માલિક સામે કાર્યવાહી હળવદના રણછોડગઢ ગામના પાટીયા નજીકથી દારૂની 20 બોટલ સાથે એકની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી


SHARE











મોરબીના ચકમપર ગામનો બનાવ : રીસામણે ગયેલ પત્ની પરત ન આવતી હોય લાગી આવતા યુવાને અનંતની વાટ પકડી

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા અને મૂળ છોટાઉદેપુરના યુવાને દવા પી લીધી હતી.જેથી કરીને તેનું મોત નીપજતા પોલીસે તપાસ કરી હતી અને જેમાં સામે આવ્યું હતું કે, પત્ની રિસામણે ગયા બાદ પરત ન આવતી હોય તે વાતનું લાગી આવતા યુવાને અંતિમ પગલું ભર્યું હતું..!

મોરબી તાલુકા પોલીસ સુત્રોએ જણાવ્યા પ્રમાણે મૂળ છોટા ઉદેપુરનો અને હાલ મોરબીના ચકમપર ગામે રહીને ખેતમજૂરીનું કામ કરતો જૈલેષ ઉર્ફે જયદિપ મંગાભાઈ નાયકા (ઉમર ૨૫) નામનો યુવાન ત.૨૧-૧૨ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં દવા પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.જોકે અહીં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હતું.જેથી હોસ્પિટલ સત્તાવાળાઓએ તાલુકા પોલીસમાં જાણ કરતાં સ્ટાફના વિજયભાઇ મિયાત્રા તથા જયદીપસિંહએ તપાસ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક જૈલેષભાઈ નાયકાના પત્ની રિસામણે ગયા હોય અને પરત આવતાં ન હોય તે બાબતનું મનોમન લાગી આવવાથી તેણે ઝેરી દવા પી લીધી હતી જેને પગલે તેનું મોત થયેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ નિરાધાર ગૌશાળા પાસે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં સુંદરજીભાઈ દેવજીભાઈ જસાપરા રહે.પ્રભુકૃપા રેસીડેન્સી મહેન્દ્રનગરને ઇજા થયેઈ હોય સારવાર માટે હોસ્પિટલે લઇ જવાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ખાતે થયેલ મારામારીમાં ગળાના ભાગે ઇજા થતા લલિતસિંહ ભરતસિંહ ઝાલા (૩૦) રહે. માળિયા વનાળીયા સોસાયટી સોઓરડીની પાછળ મોરબી-૨ ને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીની પીપળીયા ચોકડી નજીક બાઇક સાથે બાઇક અથડાવાના અકસ્માત બનાવમાં વિપુલભાઈ ભરતભાઈ ગળચર (૩૧) રહે.પીપળીયા તા.જી.મોરબીને ઇજા થઈ હોય આયુષ હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સોખડા ગામ પાસે આવેલ સીરામીકના લેબર કવાટરમાં કોઈ કારણસર કેમિકલ પી ગયો હોય ગણેશકુમાર લોધી મૂળ રહે.મધ્યપ્રદેશ હાલ મોરબીને અત્રેની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો






Latest News