મોરબીમાં વિહિપ0 માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો બેટી બચાવો બેટી પઢાઓ: મોરબીમાં કોફી વિથ કલેક્ટર કાર્યક્રમમાં 100 જેટલી દીકરીઓએ કલેક્ટર સાથે કર્યો સીધો સંવાદ પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી 35 બોટલ દારૂ-15 બિયરના ટીન ભરેલ રિક્ષા સાથે એક પકડાયો


SHARE







મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી 35 બોટલ દારૂ-15 બિયરના ટીન ભરેલ રિક્ષા સાથે એક પકડાયો

મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂની નાની 35 બોટલ તથા 15 બિયરના ટી મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ, બિયર તથા રીક્ષા મળીને 56,555 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરેલ છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે 1 ટીબી 4387 ને રોકવામાં આવી હતી અને તેને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની 35 બોટલ તથા બિયરના 15 ટીમળી આવતા પોલીસે દારૂ બિયરનો જથ્થો તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા કુલ મળીને 56,555 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિષ્ણુભાઈ પેલાદભાઈ પાટડીયા (28) રહે. શોભેશ્વર રોડ કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરા મોરબી મૂળ રહે. નરાડી તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

બાઇક સ્લીપ

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વિંધાભાઇ મહેશભાઈ (30) નામનો યુવાન બાઈક લઈને આઈટીઆઈ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

આગ લાગતાં નુકશાન

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની પાછળના ભાગમાં નકલંગ પાર્કમાં રહેતા વિપુલભાઈ પ્રાગજીભાઈ ફેફર (45)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે ભડીયાદ ગામની સીમમાં આવેલ વેલમાઈકા પ્રા.લિ. માં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે ભૂસીના રૂમમાં અને ગ્રાઇન્ડીંગ રૂમમાં વાયરીંગની પેનલ બળીને ખા થઈ ગઈ છે અને આગના લીધે કારખાનામાં નુકસાન થયું છે જેથી આ અંગેની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News