મોરબીમાંથી પ્રતિબંધિત ત્રણ ચાઈનીઝ ફીરકી સાથે એક પકડાયો: કાલિકા પ્લોટમાં વરલીના આંકડા લેતા બે પકડાયા
હળવદના સુસવાવ નજીક બાઈક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત
SHARE
હળવદના સુસવાવ નજીક બાઈક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત
હળવદના સુસવાવ ગામે રહેતા આધેડ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ગામ પાસેથી કેદારનાથ મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા ઉપર અન્ય બાઇક ચાલકે તેઓના બાઈક સાથે બાઈક અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને માથા અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે,
હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ ચુનીલાલ બાહપીયા (22) એ બાઈક નંબર જીજે 36 એએમ 3955 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના પિતા ચુનીલાલ બાહપીયા પોતાનું બાઈક નંબર જીજે 13 એન 8065 લઈને કેદારનાથ મહાદેવ મંદિર તરફ જવાના રસ્તા ઉપર જઈ રહ્યા હતા દરમિયાન આરોપીએ ફરિયાદીના પિતાના બાઈક સાથે બાઇકને અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અડધી બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના સનાળા રોડ પર આવેલ માર્કેટ યાર્ડની દિવાલ પાસેથી વ્હીસ્કી દારૂ ભરેલ બોટલ સાથે મયુરભાઈ હરજીવનભાઈ પાંચોટિયા (30) રહે. ક્રિષ્ના સ્કૂલ પાસે બજરંગ પેલેસ બ્લોક નંબર 602 મોરબી વાળો મળી આવતા પોલીસે 200 ની કિંમતનો દારૂ કબ્જે કરીને તેની ધરપકડ કરી હતી અને આ દારૂનો જથ્થો તેને દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રહે. સનાળા વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છ