મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી 35 બોટલ દારૂ-15 બિયરના ટીન ભરેલ રિક્ષા સાથે એક પકડાયો
હળવદના ગોલાસણ ગામે માતાની ખબર કાઢવા ગયેલ પરણીતાને સાસરિયાં લેવા ન આવતા કંટાળીને....
SHARE
હળવદના ગોલાસણ ગામે માતાની ખબર કાઢવા ગયેલ પરણીતાને સાસરિયાં લેવા ન આવતા કંટાળીને....
હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં વાડીએ મહિલાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના રણછોડગઢ ગામના રહેવાસી જ્યોતિબેન રોહિતભાઈ સુરેલા (22)એ હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં હનુભા કલુભા ગઢવીની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં મળતી વિગત પ્રમાણે સાતેક મહિના પહેલા જ્યોતિબેન તેના માતાની ખબર કાઢવા માટે તેને પિયર આવ્યા હતા અને ત્યારબાદ તેના સાસરીવાળા તેને સાતેક મહિનાથી તેડવા માટે ન આવતા કંટાળીને મહિલાએ ઝેરી દવા પી લીધેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સફારી સેનેટરી નામના કારખાના પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ત્રાજપર ખાતે રહેતા ખોડાભાઈ બાબુભાઈ સુરેલા (35) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે.
સાપ કરડી ગયો
મોરબી નજીકના લાલપર ગામ પાસે ઘોઘા મહારાજના મંદિર પાસે વિકાસ અજયભાઈ પરમાર (5) નામના બાળકને સાપ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
બાળકી સારવારમાં
મોરબીના રંગપર ગામે રહેતી આદિતિ વિકાસભાઈ મકવાણા (10) નામની બાળકીએ ભૂલથી ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.