મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ


SHARE















મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ

મોરબીમાં રહેતા શખ્સને ત્યાં રહેતા પરિવારની દીકરી સાથે પ્રેમસબંધ હતો જેથી કરીને તેને યુવતીના પિતા અને ભાઈની સાથે લગ્નની વાત કરી હતી ત્યારે યુવતીના પિતા તેમજ ભાઈને સારું નહીં લગતા મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં યુવતીના પિતાને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર માર્યું હતું જેથી તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીમાં મયુર બ્રિજની નીચેના ભાગમાં રહેતા અજય હઠીલાને ત્યાં રહેતા કાસુભાઈ ચાડમિયાની દીકરી સાથે પ્રેમસંબંધ હતો જેથી કરીને બુધવારે રાતે તેને તાપણું કરતાં હતા ત્યાર જઈને કાસુભાઈ ચાડમિયા સાથે તેની દીકરીના લગ્ન માટેની વાત કરી હતી ત્યારે કાસુભાઈ ચાડમિયા અને તેના દીકરા મનોજભાઇ ચાડમિયા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યાર બાદ અજય હઠીલાના ઝૂંપડાંની બાજુમાં રહેતા અન્ય ત્રણ શખ્સોને તે બોલાવી લાવ્યો હતો અને તેને કાસુભાઈ ચાડમિયા અને તેના દીકરા સહિતનાઓને માર માર્યો હતો જેમાં કાસુભાઈ ચાડમિયાને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયાર માર્યું હતું જેથી તેની હત્યા થયેલ હતી અને આ બનાવ સંદર્ભે મૂળ ટંકારાના સાવડીના રહેવાસી અને હાલમાં મોરબીમાં મયુર બ્રિજની નીચેના ભાગમાં ઝૂંપડામાં રહેતા મનોજભાઈ કાસુભાઈ ચાડમિયા (22)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજય રમેશભાઈ હઠીલા, અજય ભનુભાઈ, બંટી ડામોર અને દીપુ અરજણભાઈ રહે ચારેય મયુર બ્રિજની નીચે ઝૂંપડામાં મોરબી વાળા સામે હત્યાની ફરિયાદ કરી હતી.  

આ બાબતે મોરબીના ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં અધિકારી જણાવ્યુ હતું કે, જયારે મારા મારી થયેલ હતી ત્યારે ફરિયાદી મનોજભાઇ અને તેના પિતાને છુટા પથ્થરના ધા અને લાકડાના ધોકા વડે માર્યો હતો અને ચારેય આરોપીઓ ફરિયાદીના પિતા કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા (60)ને સાથળના ભાગે તેને તીક્ષણ હથિયારનો ઘા ડાબા પગમાં માર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ હત્યાનો ગુનો નોંધાયેલ હતો આ ગુનામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન. પરમાર અને તેઓની ટીમે આરોપી અજય રમેશભાઈ હઠીલા (25), અજયભાઈ જાનૈયાભાઈ ખરાડી (25), બંટી હેનરીભાઈ ડામોર (33) તથા દીપુ જાનૈયાભાઈ ખરાડી (42) રહે. હાલ બધા મયુર બ્રિજ નીચે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. ઉલેખનીય છેકે, આ બનાવમાં વૃદ્ધ હત્યા થયેલ છે જો કે, બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં પકડાયેલ આરોપી પૈકીનાં અજય હઠીલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક વૃદ્ધ અને તેના દીકરા સહિત પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ક્રોસ ફરિયાદ લઈને મારામારીના ગુનામાં આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે. 






Latest News