મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ


SHARE















૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ

33 મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ (સીઝન બોલ)- 2026 નું જામનગર જીલ્લા પંચાયતના યજમાન પદે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ નવા નાગડાવાસ ખાતે આયોજન થયેલ છે.

મોરબી જિલ્લા પંચાયત ટીમનો પ્રથમ મેચ વડોદરા સામે હતો. જેમાં વડોદરા ટીમે 140 રનનો ટાર્ગેટ આપેલ જેની સામે મોરબી ટીમે 13 ઓવરમાં 141 રન કરી ભવ્ય જીત મેળવી હતી. જેમાં સાગર વરસડા 35 રન, પ્રશાંત દલસાણીયા 37 રન કરેલ. જેમાં મેન ઓફ ધ મેચ અને બેસ્ટ બોલર જયદીપસિંહ ગોહિલ થયાં હતા. જેમણે 49*(34) રન તેમજ 4 ઓવર માં 18 રન આપી 3 વિકેટ મેળવી હતી.

ત્યારબાદ બીજી લીગ મેચમાં અમદાવાદની ટીમે 138 રન નો ટાર્ગેટ આપેલ જેમાં મોરબીની ટીમે 14 ઓવર માં જ 138 રન કરી શાનદાર જીત મેળવી હતી. જેમાં મેન ઓફ ધ મેચ નીતિન પટેલ રહ્યા હતા. જેમણે 60*(36) રન કર્યા. મોરબી જિલ્લા પંચાયત ટીમ શાનદાર પ્રદર્શન થકી ક્વાટર ફાઇનલમાં પ્રવેશી છે, તેમ ટીમ મેનેજર દિનેશભાઈ હુંબલ અને કોચ તુષારભાઈ બોપલિયાની યાદી જણાવે છે.






Latest News