મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે


SHARE









મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે

મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં વાચકો માટે નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે, મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ ત્રણ પુસ્તકાલયમાં પુસ્તકોનો આ નવો સ્ટોક વાચક રસિકો માટે મૂકવામાં આવનાર છે, આ નવા સ્ટોક ની યાદીમાં સાહિત્ય, સામાન્ય જ્ઞાન બાળ સાહિત્ય, નવલકથાઓ  પ્રેરણાત્મક કથાઓ, મનોવિજ્ઞાન ને લગતા પુસ્તકો , આ નવી યાદીથી પુસ્તકાલયમાં આવનાર દરેક વ્યક્તિને નવા પુસ્તકો વાંચવા માટે ઉપલબ્ધ થશે જેનાથી મોરબી મહાનગરપાલિકામાં વસવાટ કરતા અને વાંચનાલય નિયમિત જતા વ્યક્તિઓને નવા પુસ્તકોના સ્ટોકથી અવનવા પુસ્તકો નું વાંચન  મળી રહેશે.

મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ ત્રણ પુસ્તકાલયનું સંચાલન કરવામાં આવે છે, જેમાં શ્રીમદ રાજચંદ્ર પુસ્તકાલય, ગ્રીન ચોક પુસ્તકાલય, શ્રી મનસુખલાલ જીવરાજ મહેતા( કેસર બાગ) પુસ્તકાલયનો સમાવેશ થાય છે, આ તમામ પુસ્તકાલયમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ 22,000 જેટલા પુસ્તકો વાચકો માટે ઉપલબ્ધ છે, પરંતુ આ યાદીને વિસ્તૃત કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા વાચકો માટે  દરેક લાઇબ્રેરીમાં 200  થી વધુ સાહિત્યના નવા પુસ્તકો  નો  સ્ટોક ઉપલબ્ધ થશે.

નવા પુસ્તકોની યાદીમાં સાહિત્યના પુસ્તકોમાં ચોથી દિવાલ, સારંગ નારંગી ની નવી સફર, અતિ લોભ પાપનું મૂળ, ધમો ધમાલ અને બીજી વાર્તાઓ, મોરના ઈંડા ચીતરવા ના પડે, કથરોટી ગંગા, ઓખા મંડળની લોકકથાઓ,  બાળ સાહિત્યમાં હેલ્ધી કિડ્સ, હાસ્ય રામ ,પ્રેરણા, હાસ્ય લેખ ને લગતા પુસ્તકો,  પ્રેરણાત્મક  કથાઓ  તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, પ્રાયોગિક વિજ્ઞાન ને લગતા પુસ્તકો જેમાં આરોગ્યનો મહાકુંભ, આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો, મેઘ ધનુષ્ય ની આત્માનો રંગ, ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ અને સહાયક વિષયો સર્વ સામાન્ય જ્ઞાન ધર્મ તત્વજ્ઞાન મનોવિજ્ઞાન સામાજિક શાસ્ત્ર સામાન્ય જ્ઞાનને લગતા પુસ્તકો તેમજ નવલ કથાઓ ધી  હાર્ટ ફૂલલનેશ વે, પોઝોટિવ સોચ લાઈફ માં મોજ, સાંકડ, એક વાર્તા કહું ને? જેવા અનેક નવા વિષયો આ નવા પુસ્તકોના સ્ટોકમાં મૂકવામાં આવનાર છે, 




Latest News