૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી
SHARE
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના ડૉ. દેવેન રબારીના ભાઈ દિનેશ રબારીના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને વંચિત બાળકો સહિત જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યુ હતું અને ઠંડી સામે રક્ષણ મળે તે માટે ધાબડા તથા ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાટીદાર વુમન્સ ગ્રુપના બે ઉત્સાહી સભ્યો ચંદાબેન કાબરા અને કાઝલબેન આદ્રોજા દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલેખનીય છે કે, કાઝલબેન આદ્રોજા દ્વારા તેમના પતિ રાજેશભાઈ આદ્રોજાના જન્મદિવસ નિમિત્તે ઝુંપડપટ્ટીના બાળકોને નાસ્તો પણ કરાવ્યો હતો. આ તકે ચંદાબેન કાબરા, કાજલબેન આદ્રોજા, સાધનાબેન ઘોડાસરા, અલ્પાબેન કાસુંદ્રા,આસાબેન પટેલ, પૂજાબેન પટેલ, શોભનાબેન કણસાગરા, નિરૂબેન સરડવા અને ભારતીબેન રંગપરિયા જોડાયેલા હતા.