મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી
હળવદના રણજીતગઢ ગામનો બનાવ: કેન્સરની પીડા સહન ન થતાં સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવતા ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું મોત
SHARE
હળવદના રણજીતગઢ ગામનો બનાવ: કેન્સરની પીડા સહન ન થતાં સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવતા ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું મોત
હળવદના રણજીતગઢ ગામે રહેતા આધેડને છેલ્લા બારેક વર્ષથી મોઢાનું કેન્સર હતું અને તેની પીડા તેઓથી હવે સહન થતી ન હતી જેથી તેઓએ ગામની સીમમાં આવેલ વાડીએ પડેલ સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવ્યું હતું જેથી આધેડ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા છોટાલાલ નારણભાઈ હડિયલ (53) નામના આધેડે ગામની સીમમાં આવેલ રમેશભાઈ ચાવડાની વાડીએ પડેલ સૂકી જુવારના ઓઘામા આગ લગાડી હતી અને ત્યારબાદ તેમાં ઝંપલાવ્યું હતું જેથી ગંભીર રીતે દાઝી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક આધેડના ભાઈ પ્રભુભાઈ નારણભાઈ હડિયલ (51) રહે. રણજીતગઢ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક આધેડને છેલ્લા બારેક વર્ષથી મોઢાનું કેન્સર હતું જેના કારણે પીડાતા હતા અને પીડા સહન થતી ન હોય તેઓએ પોતે પોતાની જાતે સૂકી જુવારના ઓઘામાં આગ લગાવીને તેમાં ઝંપલાવ્યું હતું અને ગંભીર રીતે દાઝી જવાના કારણે તેઓનું મોત નિપજ્યું છે તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.









