હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના સાપકડા ગામે આખો દિવસ રખડતા યુવાનને પિતાએ ઠપકો આપતા અણધાર્યું પગલું ભર્યું


SHARE









હળવદના સાપકડા ગામે આખો દિવસ રખડતા યુવાનને પિતાએ ઠપકો આપતા અણધાર્યું પગલું ભર્યું

હળવદના સાપકડા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારનો યુવાન દીકરો આખો દિવસ રખડતો હતો જેથી તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો જે બાબતે યુવાનને મનોમન લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં રણજીતસિંહ જાદવની વાડીએ રહીને મજૂરી કામ કરતા જુવાનસિંહ ચતુરભાઈ બારીયા (53)ના 18 વર્ષના દીકરા રાજેશભાઈ જુવાનસિંહ બારીયાએ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતક યુવાનના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન આખો દિવસ રખડતો હતો જેથી કરીને તે યુવાનને તેના પિતાએ ઠપકો આપ્યો હતો અને તે બાબતે યુવાનને લાગી આવતા તેણે ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નિપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News