હળવદના સાપકડા ગામે આખો દિવસ રખડતા યુવાનને પિતાએ ઠપકો આપતા અણધાર્યું પગલું ભર્યું
માળીયા (મી)ના વાધરવા નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવયા જીવનથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું
SHARE
માળીયા (મી)ના વાધરવા નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવયા જીવનથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું
માળીયા (મી)ના તાલુકાના વાધરવા ગામની સીમ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો યુવાન એકલવયુ જીવન જીવતો હોય નાસીપાસ થઈ ગયો હતો અને તેણે પોતાના લેબર કવાર્ટરમાં છતમાં લગાવેલ પંખા સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની માળિયા તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ ઉત્તરપ્રદેશમાં રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના વાધરવા ગામની સીમમાં આવેલ સીમ્પોલો પીવીટી લિમિટેડ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો આકાશપ્રશાંદ રાજેન્દ્રપ્રશાંદ (25) નામના યુવાને લેબર કવાર્ટરમાં હતો ત્યારે પંખા સાથે કપડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વખત પ્રમાણે મૃતક યુવાન લેબર ક્વાર્ટરમાં એકલવાયું જીવન જીવતો હોય તે જિંદગીથી નાસી પાસ થઈ ગયો હોવાના કારણે તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.