મોરબીની એડી. સેસન્સ કોર્ટમાં ચાલી ગયેલ અપહરણ-પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
Morbi Today
વાંકાનેરના રાતાવીરડાથી વિરપર સુધીના આર.સી.સી. રોડના કામનું નિરીક્ષણ કરતાં સાંસદ
SHARE
વાંકાનેરના રાતાવીરડાથી વિરપર સુધીના આર.સી.સી. રોડના કામનું નિરીક્ષણ કરતાં સાંસદ
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામથી વિરપર સુધીના આર.સી.સી. રોડનું કામ રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના પ્રયત્નોથી શરૂ કરવામાં આવેલ છે આ રોડના કામની ગુણવત્તા અને પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા ત્યાં સ્થળ ઉપર પહોચ્યા હતા અને રોડના કામની ટેકનિકલ વિગતો ચકાસી હતી. ત્યારે સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી ગામનાં વિવિધ પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી. અને કામ સમયસર અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા. આમ છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તાની સુવિધા પહોંચાડવાની નેમ સાથે સાંસદ સતત કાર્યરત છે.









