વાંકાનેરના રાતાવીરડાથી વિરપર સુધીના આર.સી.સી. રોડના કામનું નિરીક્ષણ કરતાં સાંસદ
મોરબી એલ.ઇ.કોલેજની મરામત કરીને I.I.T. નો દરરજો આપીને અપગ્રેડ કરવા મુખ્યમંત્રીને કરી રજૂઆત
SHARE
મોરબી એલ.ઇ.કોલેજની મરામત કરીને I.I.T. નો દરરજો આપીને અપગ્રેડ કરવા મુખ્યમંત્રીને કરી રજૂઆત
ગુજરાત ભરમાં સૌથી જૂની સૌરાષ્ટ્રની મોરબીની લખધીરજી એન્જીનીયરીંગ કોલેજની બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે ત્યારે તેને રિપૅર કરવામાં આવે અને તે જગ્યા ઉપર I.I.T. નો દરરજો આપીને અપગ્રેડ કરવામાં આવે તેવી મોરબીમાં રહેતા અને એલ.ઇ. કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.
ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, ભારતની જૂની એન્જીનીયરીંગ કોલેજ પૈકીની મોરબીમાં આવેલ લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ આવેલ છે અને મોરબીના મહારાજાએ શિક્ષણ પ્રત્યેના પ્રેમના કારણે તેઓનો રાજમહેલ કે જે નજરબાગ પેલેસ તરીકે જાણીતો હતો તે મહેલને એન્જીનીયરીંગ કોલેજ માટે આપી દીધેલ હતો. તે ઉપરાંત ઘણી બધી જગ્યા પણ કોલેજને આપેલ હતી. આ ઐતિહાસિક ઇમારત હાલમાં બંધ છે તેના માટે વારંવાર રજુઆતો કરેલ છે. અને સરકારે હકારાત્મક અભિગમ અપનાવેલ છે. છતાં પણ ક્યાં કારણોસર કામ શરુ થતું નથી ? અને શા માટે કામ ગોકળગતિએ કરવામાં આવે છે તે સહિતના સવાલો ઊભા થઈ રહ્યા છે જેથી તે અંગેની તપાસ કરવાની માંગણી કરીને મરામતની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ખાસ કરીને હાલમાં એન્જીનીયરીંગ કોલેજની ખુબજ મોટી જગ્યા અને બિલ્ડીગો આવેલ છે. પરંતુ વિધાર્થીઓની સંખ્યા ખુબજ ઓછી થઈ ગયેલ છે ત્યારે આ કોલેજ કોઈ પ્રાઇવેટ સંસ્થાને સોપવાનો એજન્ડા ચાલી રહ્યો હોવાની ચર્ચા પૂર્વ વિધાર્થીમાં થઈ રહી છે. મોરબી સીરામિક ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે આ કોલેજમાં સિરામિક એન્જીનીયરીંગનો ડીગ્રી કોર્ષ ન હોય તે ખુબજ દુઃખની વાત છે. જેથી અહી સરામિક માટેની અધતન લેબોરેટરી પણ થઇ શકે તેમજ છે. પરંતુ શા માટે નથી થતું તે મોટો પ્રશ્ન છે. ત્યારે મોરબીની કોલેજમાં ઘણા બધા કોર્ષો ચાલુ કરી શકાય તેવું ઇન્ફ્રાસ્ટ્રકચર છે. છતાં કઈ થતું નથી જેથી કરીને આ કોલેજને I.I.T. નો દરરજો આપીને તેનો વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.









