મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ
Breaking news
Morbi Today

મોરબીની એડી. સેસન્સ કોર્ટમાં ચાલી ગયેલ અપહરણ-પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબીની એડી. સેસન્સ કોર્ટમાં ચાલી ગયેલ અપહરણ-પોકસોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીના એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માથી મોરબીના ચકચારી અપહરણ તથા પોકસો કેસના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાનો નિર્દોષ છુટકારો થયેલ છે.

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી હતી કે, તેની સગીર વયની દીકરીને આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયેલ છે અને તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે ગુનાના કામે આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબીની મોરબીના એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ દીલીપભાઈ આર. અગેચાણીયા રોકાયેલ હતા. અને ફરીયાદી પક્ષે ફરીયાદી, ભોગબનનાર, ભોગબનનારના માતા પિતા, અન્ય સાહેદો, પંચો, ડોકટર, પોલીસ તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ હતી કે, ફરીયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે. આરોપી તદન નિર્દોષ છે. અને ફરીયાદ પક્ષ કેસને શંકા રહીત સાબીત કરવો જોઈએ તે કરવામાં સંપુર્ણ નીષ્ફળ રહેલ છે. જેથી આરોપીને સજા ન કરી શકાય તે સહિતની દલીલ કરી હતી જે દલીલના અંતે પોકસો કોર્ટ મોરબી દ્વારા આરોપીને ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી વકીલ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી અગેચાણીયા, કુલદિપ ઝિંઝુવાડીયા, રવિ ડી. ચાવડા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલા હતા.




Latest News