મોરબી એલ.ઇ.કોલેજની મરામત કરીને I.I.T. નો દરરજો આપીને અપગ્રેડ કરવા મુખ્યમંત્રીને કરી રજૂઆત
પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ: ટંકારાના મોટા ખીજડીયા ગામે મંદિરમાંથી મૂર્તિ અને આભૂષણોની ચોરી
SHARE
પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ: ટંકારાના મોટા ખીજડીયા ગામે મંદિરમાંથી મૂર્તિ અને આભૂષણોની ચોરી
ટંકારા તાલુકાનાં મોટા ખીજડીયા ગામે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ત્યાં ગામમાં આવેલ મંદિરને નિશાન બનાવીને તસ્કરે મંદિરમાંથી ભગવાનની મૂર્તિ અને આભૂષણોની ચોરી કરેલ છે અને તે ઘટના મંદિરમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને વિડીયો હાલમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે જો કે, હજુ સુધી આ બનાવ સંદર્ભે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાયેલ નથી.
મોરબી જીલ્લામાં ચોરી, મારા મારી, લૂંટ, હત્યા વિગેરે જેવી ઘટનાઓ સામાન્ય બની ગયેલ હોય તેમ કોઈને કોઈ વિસ્તારમાં આવી ઘટના સામે આવે છે તેવામાં ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું છે અને રાત્રીના સમયે મંદિરમાં ઘૂસીને ચોરી કરવામાં આવેલ છે અને ચોરીની આ ઘટનાને અંજામ આપનાર શખ્સ મંદિરમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે. વધુમાં ગામના આગેવાન પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મંદિરમાં આવેલા શખ્સ દ્વારા શક્તિ માતાજીના મંદિરની બાજુમાં મૂકવામાં આવેલ હનુમાનજીની મૂર્તિ તેમજ સોના અને ચાંદીના આભૂષણોની ચોરી કરવામાં આવેલ છે અને અંદાજે 3 લાખના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે જો કે, હજુ સુધીઓ આ બનાવ સંદર્ભે કોઈ ફરિયાદ નોંધાવેલ નથી અને બીજી બાજુ શિયાળાની ઠંડીમાં પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઊભા થવા લાગ્યા છે.









