પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ: ટંકારાના મોટા ખીજડીયા ગામે મંદિરમાંથી મૂર્તિ અને આભૂષણોની ચોરી
ટંકારામાં ભવ્ય ડો. બાબા સાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ
SHARE
ટંકારામાં ભવ્ય ડો. બાબા સાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ
ટંકારા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ માટે સામાજિક સમરસતા અને શૈક્ષણિક પ્રગતિના પ્રતીક સમાન નવનિર્મિત ડો. ભીમરાવ આંબેડકર ભવનનું સાંસદો, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને કેસરીદેવસિંહજી, માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જ્યંતિભાઈ રાજકોટીયા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કમળાબેન ચાવડા, અશોકભાઇ ચાવડા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું તો સાંસદ વિનોદભાઈ ચાવડાએ રાજકીય સત્તાના માધ્યમથી સામાજિક પરિવર્તન અને ઉત્થાન કેવી રીતે લાવી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. અને સમાજ કલ્યાણ નિયામક છાશિયાએ સરકારની વિવિધ શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી સમાજને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમજ મહંત લાલદાસબાપુએ ધાર્મિકતા અને ડો. બાબા સાહેબની વિચારધારાનો સમન્વય કરી ઊંડાણપૂર્વકની સમજ આપી હતી.