માળીયા (મી)ના માણાબાથી સુલતાનપુર તરફ જવાના રસ્તા ઉપર રેલવે ટ્રેક પાસે રિક્ષા ફસાઇ જતા ટ્રેનને રોકવી પડી
SHARE
માળીયા (મી)ના માણાબાથી સુલતાનપુર તરફ જવાના રસ્તા ઉપર રેલવે ટ્રેક પાસે રિક્ષા ફસાઇ જતા ટ્રેનને રોકવી પડી
માળીયા તાલુકાના માણાબા ગામથી ચીખલી અને સુલતાનપુર ગામ તરફ જવાનો રસ્તા ઉપર રેલવે ટ્રેક ઉપર જે ફાટક આવેલ છે ત્યાં ફાટક પાસે રોડમાં કાંકરેટ નાખવામાં આવી છે અને રોડનું કામ કરવામાં આવી રહ્યું છે જેથી ત્યા અવારનવાર વાહનો ફસાતા હોય છે દરમિયાન આજે એક રીક્ષા ફસાઈ ગઈ હતી જેના કારણે રાલ્વે ટ્રેક ઉપરથી પસાર થઇ રહેલી ટ્રેનને રોકવી પડી હતી.
છેલ્લા ઘણા દિવસોથી માળિયા તાલુકાના માણાબા ગામથી અને સુલતાનપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર રેલવે ફાટક આવેલ છે ત્યાં રેલવેના ટ્રેક પાસે કાંકરેટ નાખીને રોડ બનાવવા માટેનુંષકામ ચાલી રહ્યુ છે ત્યાં આજે બપોરના સમયે એક રિક્ષા ફસાઇ ગઇ હતી. જોકે, તે રીક્ષાને રેલવે ટ્રેક ઉપર થી દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ટ્રેન નજીક આવી ગઈ ત્યાં સુધી રેલવે ટ્રેક ઉપરથી રીક્ષા દૂર થઈ શકી ન હતી જેથી કરીને રેલ્વે ટ્રેક ઉપર કોઇ અકસ્નાત ન બને તે માટે ટ્રેનના ડ્રાઇવરની સમય સુચકતાના લીધે ટ્રેનને રોકવામાં આવી હતી અને પહેલા રીક્ષાને ત્યાંથી દુર કર્યા બાદ ટ્રેનને રલવે ટ્રેક ઉપરથી પસાર કરવામાં આવી હતી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે હવે જીવલેણ અકસ્માત સર્જાય ત્યારે પહેલા રેલવે ટ્રેક પાસે યોગ્ય કામગીરી વહેલી તકે રેલવે વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લાગણી અને માગણી સુલતાનપુર અને ચીખલી ગામના લોકો વ્યક્ત કરી રહ્યા છે કેમ કે, માણાબાથી સુલતાનપુર અને ચિખલી ગામ તરફ જવા માટેનો આ મુખ્ય રસ્તો છે અને તે રસ્તા ઉપર રેલ્વે ટ્રેક આવે છે ત્યાં હાલમાં ફાટક પાસે કામગીરી ચાલી રહી છે.