મોરબી મહાપાલિકાની ટિમ દ્વારા શહેરના માર્ગોને દબાણ મુક્ત કરવા અભિયાન: 225 થી વધુ ફેરિયા-વેપારીઓનો માલ જપ્ત કર્યો
SHARE
મોરબી મહાપાલિકાની ટિમ દ્વારા શહેરના માર્ગોને દબાણ મુક્ત કરવા અભિયાન: 225 થી વધુ ફેરિયા-વેપારીઓનો માલ જપ્ત કર્યો
મોરબી મહાપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા જુદાજુદા વિસ્તારમાં શહેરમાં લાલ બાગ દીવાલ, સર્કીટ હાઉસ, રવાપર રોડ સહિતની જગ્યાઓ પર અનધિકૃત રીતે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મોરબી શહેરમાં જુના બસ સ્ટેન્ડ રોડપાસે દુકાનની બહાર રાખેલ માલસામાન જપ્ત કરી જરૂરી કાર્યવાહી કરી હતી. અને માર્કેટિંગ યાર્ડ થી ઉમિયા સકલ તેમજ નટરાજ ફાટક થી સર્કીટ હાઉસ પાસે કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરી ટ્રાફિકની સમસ્યા દુર કરી આ સમગ્ર રોડને એસ્ટેટ અને દબાણ શાખા એ રાહદારી ઓને તથા વાહન વ્યવહાર માટે દબાણ થી મુક્ત કર્યો હતો. આ કામગીરી દરમિયાન 25 જેટલા લોકો જાહેર માર્ગો પર દબાણ કરી કેરી પ્રવૃતિ કરતાં હોય તેમને એસ્ટેટ શાખા એ દંડ ફટકાર્યો હતો. પંચાસર રોડ નાકે લાકડાનું દબાણ હટાવ્યું તથા નાની વાવડી દબાણ દુર કરવાની કાર્યવાહી એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. મોરબીમાં નિયમિત શુક્રવારે ભરતી અવધની જાહેર માર્ગમાં અડચણ રૂપ શુક્રવારી બજારને દૂર કરી અવધનો સંપૂર્ણ માર્ગ મનપાની એસ્ટેટ શાખાએ ખુલ્લો કર્યો હતો. આ કામગીરી દરમિયાન 225 ફેરી કરતાં લોકોનો સામાન જપ્ત કરી જાહેર માર્ગ પરથી દબાણ દૂર કરવામાં આવ્યા હતા. મોરબી મહાપાલિકા દ્વારા શનાળા રોડ અને મહેન્દ્રનગર રોડ પર હોડિંગ અને કિઓસ્ક જે મહાપાલિકાની મંજુરી વગર લગાવેલા જણાય છે. જે હોડીંગસ દૂર કરવાની કાર્યવાહી હાથ પરવામાં આવી હતી.
મોરબી મનપાના કમિશનરે ક્લસ્ટર નં. ૧ની વિઝીટ કરવામાં આવી હતી અને સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પંચાસર, વાવડી રોડ તેમજ વાવડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ GVP પોઈન્ટ તેમજ હેન્ડકાર્ટ પોઈન્ટની વિઝીટ કરી હતી. તેમજ વાવડી પંચાયત મેઈન રોડ, ધોળેશ્વર રોડ, મહેન્દ્રનગર બસ સ્ટેન્ડથી રામ વાડી, ભડીયાદ રોડ, પોલીસ લાઈન પાછળ, ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ, નવલખી રોડ, રવાપર ધુનડા રોડ તથા લીલાપર ગ્રામ પંચાયત ખાતે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.









