વાંકાનેરના વાલાસણ ગામમાં મહિલાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા: 26 હજારનો દંડ
SHARE
વાંકાનેરના વાલાસણ ગામમાં મહિલાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા: 26 હજારનો દંડ
વાંકાનેરના વાલાસણ ગામે વર્ષ 2020 માં મહિલાની હત્યા કરવામાં આવી હતી જેનો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને આરોપીને પકડવામાં આવેલ હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલ આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 26 હજારનો દંડ ફટકાર્યો છે.
વાંકાનેરના વાલાસણ ગામના રહેવાસી પુજાબેન રમણીકભાઈ ફૂલતરીયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020 માં ફરિયાદ નોંધાવી હતી કે, તેના પિતા રમણીકભાઈ કુળદેવીના ભુવા હોય અને વાલાસણ ગામનો વિક્રમ ગોરધન ફૂલતરીયા દાણા જોવડાવવા જતા તે છત પર સુતા હોવાનું જણાવ્યું હતું જેથી સારું નહિ લાગતા આરોપી વિક્રમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને ફરિયાદીના પિતાને ઉઠાવવા બાબતે ઝઘડો કર્યો હતો અને તેની પાસે રહેલી છરી વડે ફરિયાદીને ઈજા કરી તેમજ તેની નાની બહેન કાજલને પેટના ભાગે છરી મારી હતી તેમજ માતા કંચનબેનને છરીનો ઘા માર્યો હતો જેથી ઇજા પામેલ ત્રણેય વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન કંચનબેનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટયો હતો. આ કેસ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ અને સેન્સસ જજ પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ રજુ કરેલ દસ્તાવેજી પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી વિક્રમ ગોરધન ફૂલતરીયાને આજીવન કેદની સજા અને કુલ મળીને 26000 નો દંડ કર્યો છે.









