વાંકાનેરના વાલાસણ ગામમાં મહિલાની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા: 26 હજારનો દંડ
કચ્છને હરાવીને મોરબી જિલ્લા પંચાયતનો સેમિફાઇનલમાં પ્રવેશ
SHARE
કચ્છને હરાવીને મોરબી જિલ્લા પંચાયતનો સેમિફાઇનલમાં પ્રવેશ
જામનગર ખાતે રમાઈ રહેલી ૩૩ મી સ્વ.બળવંતરાય મહેતા આંતર જીલ્લા પંચાયત ક્રિકેટ (સિઝન બોલ) ટુર્નામેન્ટમાં જામનગર ખાતે પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ ઉપર મોરબી ટીમે ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી.કચ્છ ટીમે ૨૦ ઓવરમાં ૧૪૧ રન કર્યા હતા.જેના જવાબમાં મોરબી ટીમે ૧૫ ઓવરમાં ૩ વિકેટ ગુમાવી ૧૪૨ રન કરીને શાનદાર જીત મેળવી હતી.
વિરેન્દ્રસિંહ વાઘેલાએ જબરજસ્ત સ્પેલ નાખી હેટ્રિક સાથે ૪ ઓવરમાં ૧૭ આપી ૪ વિકેટ મેળવી હતી, તેમજ મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો હતો.જયદીપસિંહ ગોહિલનું શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન યથાવત રાખી ૪૪(૨૮) ટોપ સ્કોરર રહ્યા હતા. નીતિન પટેલ ૩૩ (૨૧) હરદેવસિંહ જાડેજા ૨૭ ( ૨૪ ) રન કર્યા હતા.કેપ્ટન લલિત ગોહેલ ૪ ઓવર ૨૧ રન ૧ વિકેટ અને ધાર્મિક કોટક ૪ ઓવરમાં ૨૦ રન આપી ૨ વિકેટ ઝડપી કરકસરયુક્ત સ્પેલ નાખી કચ્છના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા.મોરબી જિલ્લા પંચાયત ટીમ ક્રિકેટ સાતત્યપૂર્ણ પ્રદર્શન થકી ત્રીજી વખત સેમી ફાઇનલમાં મેળવ્યો છે.તેમ ટીમ મેનેજર દિનેશભાઈ હુંબલ, કોચ તુષારભાઈ બોપલિયા અને ટીમ મેન્ટર રવિભાઈ હુંબલએ યાદીમાં જણાવેલ છે. #morbi #cricet









