વાંકાનેરમાં કૂવામાં ડૂબી જવાથી અને હળવદના જુના અમરાપર પાસે કેનાલમાં ડૂબી જવાથી એક-એક યુવાનનું મોત
SHARE
વાંકાનેરમાં કૂવામાં ડૂબી જવાથી અને હળવદના જુના અમરાપર પાસે કેનાલમાં ડૂબી જવાથી એક-એક યુવાનનું મોત
વાંકાનેરના પેડક વાડી વિસ્તારમાં વાડીએ આવેલ કુવામાં કોઈ પણ કારણોસર પડી જવાના કારણે માનસિક બીમાર યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે હળવદના જુના અમરાપર ગામ પાસેથી પસાર થતી માળીયા બ્રાન્ચ કેનાલમાં કોઈપણ કારણોસર પડી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું છે જેથી હળવદ પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે
વાંકાનેરમાં આવેલ ગાત્રાળ રોડ ઉપર પેડક વાડી વિસ્તારમાં રહેતા કરસનભાઈ બેબાભાઈ સોલંકી (47) નામનો યુવાન પેડક વાડી વિસ્તારમાં મેહુલભાઈની વાડીએ કુવામાં કોઈપણ કારણોસર પડી જતા ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન બે-ચાર દિવસથી પોતાના ઘરે કશું કહ્યા વગર નીકળી ગયો હતો અને તે માનસિક બીમાર હોય ભિક્ષાવૃત્તિ કરતો હતો દરમિયાન પેડક વિસ્તારમાં વાડીના કૂવામાં કોઈ પણ કારણસર પડી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું જે અંગે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદના નવા અમરાપર ગામની સીમમાંથી જુના અમરાપર ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ માળિયા બ્રાન્ચ કેનાલમાં ખીમજીભાઈ ધરમશીભાઈની વાડી સામેથી પસાર થતી કેનાલમાં અજાણ્યા 45 થી 50 વર્ષની ઉંમરના યુવાનનું કોઈપણ કારણોસર કેનાલમાં પડી જવાના કારણે પાણીમાં ડૂબી જવાના લીધે મોત નીપજ્યું હતું અને તેની લાશ ત્યાં તરતી હતી જેથી કરીને સંજયભાઈ રામજીભાઈ અદગામા (37) રહે. નવા અમરાપર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કેનાલમાંથી મૃતક યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પીએમ માટે મૃતદેહને હોસ્પિટલે લઈ જવામાં આવેલ હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં હળવદ પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.