વાંકાનેરમાં કૂવામાં ડૂબી જવાથી અને હળવદના જુના અમરાપર પાસે કેનાલમાં ડૂબી જવાથી એક-એક યુવાનનું મોત
ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા યુવાને માતાની અંતિમક્રિયાના ખર્ચની ચિંતામાં પાણી ભરેલા કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત
SHARE
ટંકારાના મોટા ખીજડીયા ગામે રહેતા યુવાને માતાની અંતિમક્રિયાના ખર્ચની ચિંતામાં પાણી ભરેલા કૂવામાં ઝંપલાવીને કર્યો આપઘાત
ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને વતનમાં પાકું મકાન ન હતું અને તેના માતાનું અવસાન થયું હોય તેના ક્રિયાકર્મના ખર્ચની ચિંતા હતી જેના કારણે તે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ ગામની નજીક આવેલ વાડીના કૂવામાં પડીને તેણે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે વલ્લભભાઈ જગોદરાની વાડીએ રહીને મજૂરી કામ કરતો કમલસિંહ ગુમાનભાઈ અજનારે (40) નામના યુવાને મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીએ પાણી ભરેલા કુવામાં પડ્યો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના દીકરા કાન્હાભાઈ કમલસિંગ અજનારે (20) રહે. હાલ મોટા ખીજડીયા વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના વતનમાં પાકું મકાન ન હતું અને તેના માતાનું આશરે દોઢેક માસ પહેલા અવસાન થયું હતું જેના ક્રિયાકર્મના ખર્ચની ચિંતામાં ગત તારીખ 14/1 ના સાંજના સમયે પોતે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ મોટા ખીજડીયા ગામે જુવાનસિંહ ઝાલાની વાડીએ પાણી ભરેલા કૂવામાં પોતે પોતાની જાતે પડીને આપઘાત કરી લીધેલ છે જે અંગેની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.