હળવદના નવા સાપકડા ગામે પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપતા
SHARE
હળવદના નવા સાપકડા ગામે પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપતા
હળવદ તાલુકાના નવા સાપકડા ગામે રહેતા યુવાનને તેના પિતાએ કડિયા કામ ઉપર ગયેલ ન હોવાથી કડિયા કામે જવા માટે થઈને ઠપકો આપ્યો હતો જે બાબતે યુવાનને લાગી આવતા તેને પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે આ બનાવની હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના નવા સાપકડા ગામે રહેતા નરેશભાઈ અશોકભાઈ પરમાર (27) નામના યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા અશોકભાઈ પરમાર રહે. નવા સાપકડા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન કડિયા કામ કરવા માટે ગયો ન હતો જેથી તેના પિતાએ કડિયા કામે જવા માટેનું કહ્યું હતું અને ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તે યુવાને પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું સામે આવતા તેની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે