હળવદના નવા સાપકડા ગામે પિતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપતા
હળવદના જુના દેવળીયા ગામે કારમાંથી 144 બોટલ દારૂ ઝડપાયો, કુલ 4.58 લાખનો મુદ્દામાલ કબજે: આરોપીની શોધખોળ
SHARE
હળવદના જુના દેવળીયા ગામે કારમાંથી 144 બોટલ દારૂ ઝડપાયો, કુલ 4.58 લાખનો મુદ્દામાલ કબજે: આરોપીની શોધખોળ
હળવદના જુના દેવળીયા ગામે હાઇસ્કુલની બાજુમાં સ્વીફ્ટ ગાડી પડી હતી જેમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા તે ગાડીને ચેક કરવામાં આવી હતી અને તે ગાડીમાંથી દારૂની 144 બોટલ મળી આવતા 1,58,400 ની કિંમતનો દારુ તથા ગાડી મળીને કુલ 4,58,400 રૂપિયાની કિંમતમાં મુદામાલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે હાઈસ્કૂલની બાજુમાં પડેલી સેવીફત ગાડી નંબર જીએ 3 એફડી 2397 ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની મોટી 144 બોટલ મળી આવતા 1,58,400 રૂપિયાની કિંમતનો દારૂનો જતો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 4,58,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે ગાડીનો ચાલક ત્યાં હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વીફ્ટ ગાડીના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બાઈકની ચોરી
મોરબી તાલુકાના નાનીવાવડી ગામે ઈશ્વરીયા મહાદેવ મંદિરના રોડ ઉપર આવેલ શિવાલય બંગલોઝ ખાતે રહેતા અશ્વિનભાઈ નાગજીભાઈ બાબરવા (45)એ અજાણ્યા શખ્સની સામે વાહનચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, શિવાલય બંગ્લોઝની દિવાલ પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એએમ 4429 પાર્ક કરીને મૂક્યું હતું જે 55 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.