ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

તું અહીં દારૂ લેવા ન આવતો કહીને મોરબીના જાંબુડીયા ગામ પાસે યુવાનને ઢીકાપાટું અને લાકડાના ધોકા વડે મારમાર્યો


SHARE











તું અહીં દારૂ લેવા ન આવતો કહીને મોરબીના જાંબુડીયા ગામ પાસે યુવાનને ઢીકાપાટું અને લાકડાના ધોકા વડે મારમાર્યો

મોરબીના જાંબુડીયા ગામ પાસે મારામારીના બનાવ સંદર્ભે અગાઉ એક ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ હવે સામાપક્ષેથી સિરામિક કારખાનાના કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે, સામેવાળાની દુકાને ઈંડા અને દેશી દારૂ વેચાતો હોય ફરિયાદ ત્યાં ગયો હતો ત્યારે તું અહીં દારૂ લેવા ન આવતો આ મારી જગ્યા છે તેવું કહીને તેની સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં યુવાનને ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો અને ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ મેક્સ ગ્રેનીટો સિરામિક કારખાનાની કોલોનીમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અંબારામ ખીમજીભાઇ પરમાર (42)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ અને ચંદ્રકાન્તભાઈ રહે. બંને જાંબુડીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, જાંબુડીયા ગામની સીમમાં સીરામીક કોલોની પાસે આરોપીની દુકાને ઈંડા અને દેશી દારૂ વેચાય છે જેથી ત્યાં ફરિયાદી ગયો હતો ત્યારે સામે વાળા તેને કહેવા લાગેલ હતા કે તું અહીં દારૂ લેવા ન આવતો આ મારી જગ્યા છે અહીંથી જતો રહે જેથી ફરિયાદી કહ્યું હતું કે, હમણાં જાવું છું જે આરોપીઓને સારું લાગ્યું ન હતું અને એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને બંને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ મહેશભાઈએ લાકડીના ધોકા વડે ફરિયાદીને જમણા પગમાં માર મારીને મૂંઢ ઇજા કરી હતી અને બંને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News