મોરબી શહેર-તાલુકામાં દારૂની 3 રેડ: 26 બોટલ દારૂ કબ્જે
SHARE
મોરબી શહેર-તાલુકામાં દારૂની 3 રેડ: 26 બોટલ દારૂ કબ્જે
મોરબી શહેર અને તાલુકામાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની અને મોટી કુલ મળીને 26 બોટલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના વજેપર વિસ્તારમાં મેઇન રોડ ઉપર પડેલા એકટીવા નંબર જીજે 36 એકે 3802 ને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 4 બોટલ મળી આવતા 13,560 ની કિંમતનો દારૂ તથા 25 હજાર રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 38,560 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જોકે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં એકટીવાના ધારક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પુરબિયાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 20 બોટલ મળી આવી હતી જેથી 5500 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી દિનેશભાઈ સોમાભાઈ પુરબીયા (37) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહેતા રાજેશભાઈ બાવરવાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસ દ્વારા ત્યા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે 3600 રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે આરોપી રાજેશભાઈ બાબુભાઈ બાવરવા (51) રહે. વાઘપર (પીલુડી) વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે









