મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં યુવાને પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના જીનપરામાં યુવાને પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના જીનપરા શેરી નંબર 13 માં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

વાંકાનેરમાં જીપરા શેરી નંબર 13 માં રહેતા ગણપતભાઈ વીરજીભાઈ કુખાણીયા (25) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર એકલો હતો દરમિયાન કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાલજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે કારનો અકસ્માત થયો હતો ત્યારે અકસ્માતના આ બનાવમાં કિશનભાઇ જનકભાઈ ગોહિલ (28) રહે. અંબિકા સોસાયટી મોરબી તથા મહેન્દ્રસિંહ ધનુભા જાડેજા (28) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી વાળાઓને માથા અને શરીરે ઇજા થઈ હોવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News