મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી ચાર જગ્યાએ વિદેશી દારૂની રેડ: 15 બોટલ દારૂ-2 બિયરના ટીન સાથે 4 પકડાયા


SHARE







મોરબીમાં જુદીજુદી ચાર જગ્યાએ વિદેશી દારૂની રેડ: 15 બોટલ દારૂ-2 બિયરના ટીન સાથે 4 પકડાયા

મોરબી શહેરમાં જુદીજુદી ચાર જગ્યાએ વિદેશી દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની અને મોટી કુલ મળીને 15 બોટલ તેમજ 2 બિયરના ટીન મળી આવ્યા હતા જયારે માળીયા મિયાણાં તાલુકાના મોટા દહીસરા ગામની સીમમાં વોંકળાના કાંઠેથી પોલીસે 1600 લીટર આથો કબ્જે કર્યો છે

મોરબીમાં સર્કિટ હાઉસ રોડ ઉપર આવેલ કુળદેવી પાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની પાંચ બોટલ મળી આવતા 1375 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસે આરોપી દિનેશભાઈ સોમાભાઈ પુરબીયા (37) રહે. સર્કિટ હાઉસ સામે મફતિયાપરા મોરબી વાળાની ધરપકડ કરી છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સિટીના મેન રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 2 બોટલ મળી આવતા 3100 ની કિંમતની દારૂની બોટલો સાથે પોલીસે આરોપી કુલદીપસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (28) રહે. પંચાસર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ નાલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના 2 ટીમળી આવ્યા હતા જેથી પોલીસે 240 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હિતેશભાઈ પ્રેમજીભાઈ અઘારા (45) રહે. રવાપર રોડ જલારામ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

આવી જ રીતે મોરબીના વાઘપરા શેરી નંબર 10 માંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક મોટી અને સાત નાની બોટલો મળી આવી હતી જેથી કરીને કુલ 1440 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી ભરતભાઈ સુરેશભાઈ સોનાગ્રા (40) રહે. વાપરા શેરી નંબર 10 મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

1600 લિટર આથો

માળીયા મિયાણાં તાલુકાના મોટા દહીસરા ગામની સીમમાં વોંકળાના કાંઠે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો આઠ બેરલમાં ભરેલો મળી આવ્યો હતો જેથી પોલીસે 1600 લીટર આથો જેની કિંમત 40,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોય હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગતસિંહ જયુભા જાડેજા રહે. માળિયા મીયાણા વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News