મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો


SHARE







વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો

ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન 2.0 ને સફળ બનાવવાના આયોજનના ભાગરૂપે જિલ્લા ટીબી અધિકારી  ડૉ. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર મહિકા ગામે ડિઝીટલ એક્ષ રે દ્વારા સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું છે.

આ સ્ક્રીનીંગનો મુખ્ય ઉદેશ્ય જેને ટીબી થવાની શક્યતાઓ વધારે છે તેવા ટીબી માટે સંવેદનશીલ ગૃપ જેવા કે, 60થી મોટી ઉંમરના લોકો, ડાયાબિટીસના દર્દીઓ, જુના ટીબીના દર્દીઓ, ફેફસાના ટીબીના દર્દીના ઘરના સભ્યો, જે લોકો લાંબા સમયથી ધૂમ્રપાન કરે છે, આલ્કોહોલ લેતા હોઈ, જેનો બોડી માસ્ક ઇન્ડેક્સ 18.5 કરતા ઓછો હોઈ આવા અતિ સંવેદનશીલ ગ્રુપના લોકોને એકત્ર કરી મહિકા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે છાતીના ડિઝીટલ એક્ષ રે વિનામુલ્યે પાડવામાં આવ્યા હતા. આ કેમ્પમાં લાભાર્થીઓને ઘર આંગણે હેન્ડ હેલ્ડ (MMU) પોર્ટેબલ મશીન દ્વારા TB STS અક્ષયભાઈ સાપરા દ્વારા વિનામુલ્યે ટીબી માટે જોખમ ધરાવતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ સમયે મેસરિયાના મેડિકલ ઓફિસર ડૉ. કિશન કણસાગરા, મહિકા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એંજલ પ્રવાસી તથા તેઓનો સ્ટાફ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરિયાના સ્ટાફ અને આશાવર્કર બહેનો દ્વારા કેમ્પ માટે જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કેમ્પનો 79 જેટલા લાભાર્થીઓએ લાભ લઈને ડિજિટલ એક્ષ રે પડાવ્યા હતા.






Latest News