મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં


SHARE





મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં

મોરબીના રંગપર (બેલા) ગામ પાસે બાઇક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક ઉપર જઈ રહેલા બંને પરપ્રાંતિય યુવાનોને ઈજા થતા પહેલા મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડાયા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન એક યુવાનનું મોત નિપજયુ હતુ.અને એક સારવારમાં હેઠળ છે. અને હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક કાકાની ફરિયાદ લઈને પોલીસે બાઈકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.

આ બનાવ સંદર્ભે હાલમાં મૂળ ઓડિશાના રહેવાસી અને હાલમાં મોરબીના રંગપર ગામ પાસે આવેલ વિરાટનગર ગામની સીમમાં સનમાર્ક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અજય સદા માંજી (33)એ બાઇક નંબર એમપી 42 ઝેડ એફ 0492 ના ચાલક પવન ઉર્ફે પીન્ટુ હરીચરણ પુરબીયા રહે. હાલ રંગપર ગામ પાસે વિરાટનગર ગામની સીમ વેલ્ગા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મૂળ રહે એમપી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણ જણાવ્યું છે કે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સનફેમ સિરામિક કારખાના સામે શિવ વે બ્રિજ પાસેથી આરોપી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો અને ત્યારે ફૂલ સ્પીડમાં બાઈક ચલાવ્યું હતું અને ત્યારે બાઈકના સ્ટેરીંગ ઉપરથી તેણે કાબુ ગુમાવી દેતા બાઈક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયુ હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક ચાલકને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને બાઈકમાં તેની સાથે બેઠેલા તકદાર ઉર્ફે મનોજ કૃપાભાઈ માંજી (24)ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી પોલીસે હાલમાં આ બનાવ સંદર્ભે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે આરોપી પવન ઉર્ફે પીન્ટુભાઇના સાળાને મૂકવા માટે થઈને લખધીરપુર રોડ ઉપર ગયા હતા અને ત્યાંથી તેઓ પરત કારખાને આવતા હતા દરમિયાન અકસ્માતનો આ બનાવ બન્યો છે જેમાં યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા વિનોદભાઈ સવજીભાઈ ફેફર નામનો ૪૦ વર્ષનો યુવાન નેસડા ગામ જતા રસ્તા પાસે ચા પીવા ઉભો હતો ત્યાં ટ્રક વાળા સાથે ઝઘડો થયો હોય સામેવાળાએ હાથમાં પહેરવાનું કળું માર્યું હોય તેને અત્રેની નક્ષત્ર હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા ખાતે રહેતા હનીફાબેન યુનુસભાઈ શેરસિયા નામના ૫૨ વર્ષના મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં કૂતરું આડુ ઉતર્યું હોય વાહન સ્લીપ થયુ હોવાથી ઇજા પામેલા હનીફાબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે વાંકાનેરના રાતીદેવડી ગામે રહેતા સવિતાબેન ભગવાનજીભાઈ કણજારીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધાને બીમારી સબબ મોરબી ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં મિતભાઈ નિતેશભાઇ પાડલીયા નામના ૪૦ વર્ષના યુવાનને પણ ઇજા થઈ હોય સારવાર માટે ખસેડાયો હતો.




Latest News