મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો


SHARE





મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો

મોરબી શહેર અને તાલુકામાં જુદીજુદી ચાર જગ્યાએ વિદેશી દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની નાની અને મોટી કુલ મળીને 14 બોટલ કબ્જે કરવામાં આવેલ છે જો કે, હળવદના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે દારૂની રેડ કરી હતી ત્યાંથી 1200 લિટર આથો મળી આવેલ છે જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદાજુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 14 માંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 5 બોટલ મળી આવી હતી જેથી 850 રૂપિયાની કિંમતના દારૂ સાથે આરોપી અનીશભાઈ હુસેનભાઇ સુમરા (21) રહે. લાતી પ્લોટ શેરી નં. 14 મોરબી વાળાની ધરપકડ કરી છે જયારે મોરબીમાં સત્યમ પાન વાળી શેરીમાં લુહાર સમાજની વાડી સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી કાચની બોટલમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ₹200 ની કિંમતના દારૂ સાથે આરોપી મિલનભાઈ ભરતભાઈ કંજારીયા (25) રહે. ભક્તિનગર-3 સત્યમ પાન વાળી શેરી સનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી તેવી જ રીતે મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ મોટી હનુમાન દેરી શેરીમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 4 બોટલ મળી આવતા પોલીસે 480 ની કિંમતનો દારૂ કબ્જે કરીને આરોપી કૌશિકભાઈ દલસુખભાઈ પરમાર (47) રહે. ગ્રીનચોક મોટી હનુમાન દેરી શેરી વાળાની ધરપકડ કરી છે અને આ ત્રણેય શખ્સોની સામે એ ડિવિઝનમાં જુદાજુદા ગુના નોંધાયેલ છે

જયારે મોરબીના સાપર ગામે ચામુંડા વેબ બ્રિજ સામેથી બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 4 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો હતો જેથી પોલીસે 7000 રૂપિયાની કિંમતના દારૂને કબ્જે કરીને આરોપી ભેરુભાઈ નંદરામભાઇ પલાસિયા (25) રહે. સાપર મૂળ રહે. રતલામ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે તો હળવદના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1200 લિટર આથો મળી આવતા 30,000 ની કિંમતનો આથો તેમજ દારૂની હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાતું બાઈક નંબર જીજે 36 એએમ 8715 પણ સ્થળ ઉપરથી મળી આવ્યું હતું જેથી કુલ મળીને 60,000 નો  મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, આરોપી સ્થળ ઉપર હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિક્રમભાઈ ચંદુભાઈ સુરેલા રહે. ગોલાસણ તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News