ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ
Breaking news
Morbi Today

 ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત


SHARE







 ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત

 ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા મુકેશભાઈ કુબાભાઈ વાંકલા (35) નામના યુવાનને સવજીભાઈ દુબરીયાની વાડીએ સાપ કરડી ગયો હતો. જેથી તેને અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. જોકે ફરજ ઉપરના ડોકટરોએ જોઈ તપાસીને મુકેશભાઈને મૃત જાહેર કર્યા હતા.

મારામારી
 ચાંચાપર ગામે થયેલી મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા રમેશભાઈ વસ્તાભાઈ ચાવડા (36) અને ગંગાબેન વસ્તાભાઈ ચાવડા (60)ને ઈજાઓ થયેલ હોય અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે પીપળીયા ગામે રહેતા ગોવિંદભાઈ નરવીરસિંહ જાડેજા (45)ને ગામ પાસેના હનુમાન મંદિર પાસે અજાણ્યા માણસે માર મારેલ હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.

યુવાન સારવારમાં
 મોરબીના વેજીટેબલ રોડ, ઉમા ટાઉનશીપ સામે મફતપરામાં રહેતો રાહુલ રમેશભાઈ ધામેચા (24) નામનો યુવાન મહેન્દ્રનગર ચોકડીની પાસે હતો ત્યાં અજાણ્યા ઈસમોએ ઢીકાપાટુ તેમજ છરી- ધોકા વડે માર માર્યો હોય દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જયારે લીલાપર ગામની પાસે રહેતા શોભાબેન પંકજભાઈ નિસાદ (26)ને ઘરે પતિએ પાઈપ વડે માર મારતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેતપર રોડ સાપર ગામે રાજલ પેટ્રોલ પંપ પાસે રહેતા કાંતિભાઈ પોપટભાઈ દેવીપૂજક (45)ને પંપ પાસે મારામારીમાં ઈજા થતા 108 વડે સારવારમાં ખસેડાયો હતો.

દારૂ પકડાયો
 મોરબી-2 ઈન્દીરાનગરમાં રહેતો અમરશી રૂપાભાઈ પંચાસરા કોળી (22) ત્યાં આવેલ મેલડી માતાના મંદિર નજીક હતો ત્યારે પોલીસે તેની અંગજડતી લેતા તેની પાસેથી દારૂની 3 બોટલ કિંમત રૂા.513 મળી આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી. જયારે નવલખી રોડ સનાતન હોટલ પાસે થયેલા વાહન અકસ્માતમાં ઘવાયેલા રમેશભાઈ મનજીભાઈ સોલંકી (25)ને સિવિલે ખસેડાયો હતા ત્યાં રીક્ષા પલ્ટી જતા આ અકસ્માત સર્જાયો હતો.

છરી મારી
 જેતપર રોડ પાવડીયારી પાસે ત્રણ ચાર લોકોએ ઝઘડો કરીને છરી મારી દેતા નિલેશ મહેશભાઈ ચાવડા (19) રહે. વનાળીયાને સારવારમાં લઈ જવાયો હતો. તેમજ ટંકારાની રવેચી હોટલ સામે આવેલ ઓમ રેસીડેન્સી ખાતે રહેતો હેતાંસ પરેશભાઈ દુબરીયા (10) નામનો બાળક હોટલ પાસે રોડ ક્રોસ કરતો હતો ત્યારે વાહન અકસ્માતમાં ઈજા પામ્યો હોય અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જયારે ઢુવા ગામના પાટીયા પાસે ત્રણ ચાર લોકોએ માર મારેલ હોય ઈજાગ્રસ્ત થયેલા અશ્ર્વિનભાઈ નાનજીભાઈ સોલંકી (58) રહે. ગુરૂ ગોરખનાથ આશ્રમ જુનાગઢને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

ટંકારામાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા
 ટંકારામાં રિલાયન્સના પેટ્રોલ પંપની સામેના ભાગમાં બાવળની કાંટમાં પોલીસે જુગારની રેડ કરી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા મેહુલભાઈ નવનીતભાઈ કુંઢીયા (25) લલીત લાખાભાઈ કુંઢીયા (28) અર્જુન કૈલાશભાઈ કુંઢીયા (19) કિરણ પ્રભાતભાઈ કુંઢીયા (42) અને પંકજ ઈશ્ર્વરભાઈ કુંઢીયા (28) રહે. બધા ટંકારા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 12,100ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા પોલીસ સ્ટે. ખાતે ગુનો નોંધાયો છે




Latest News