ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી
SHARE
ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી
ભારત જન વિજ્ઞાન જાથા એ કાળી ચૌદશની વર્ષો જૂની ગેરમાન્યતા કુરિવાજ કુપ્રથા સામે દેશ વ્યાપી આંદોલન છેડ્યું છે. ગુજરાતમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામના સ્મશાનમાં યોજવામાં આવ્યો છે. તે સંબંધી વૈજ્ઞાનિક માટે પ્રચાર પ્રસાર માટે પત્રિકા વિતરણનો રાજ્ય વ્યાપી કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. તેના ભાગરૂપે સ્થાનિક ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલયએ જાગૃતિ પત્રિકા વિતરણનો આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પડધરી ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ અનાજ પાણીનો બગાડ ન થાય તે માટે લોકોનો સહયોગ સહયોગ માગ્યો હતો.
સદીઓથી કાળી ચૌદસ ભારે દિવસ છે તેનું ખંડન કરી વિજ્ઞાનજાથાએ લોકોને સાચી સમજ આપી લોકજાગૃતિ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. વર્તમાન સમયમાં પાણી અનાજ ખાદ્ય ચીજ વસ્તુઓ માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. તેનો દુરુપયોગ અટકાવવો સૌ કોઈ નાગરિકની ફરજ બની જાય છે. પાણી એ જીવન છે તેને વેડફવું ન જોઈએ એવું મારું માનવું છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છેલ્લા 33 વર્ષથી કાળી ચૌદશની ગેરમાન્ય સામે લોકજાગૃતિ કેળવે છે. તેનો ફાયદો લોકોને આજે નહીં તો કાલે મળવાનું છે એવું મને લાગે છે. આપણે સૌ સાથે મળીને કાળી ચૌદસને દિવાળીના પર્વની જેમ ઉજવવીએ અને નવાંગતુંગ વિચારોને પ્રાધાન્ય આપીએ તે જરૂરી છે. દેશની પ્રગતિ વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણને આભારી હોય છે. તેથી વાસ્તવવાદ, પુરુષાર્થવાદ,રાષ્ટ્રવાદ ને અનુસરીએ તેવી અપીલ હતી.અનુભવથી માનવીને ઘણું શીખવા મળે છે તેનો ઉપયોગ કરી ભાવિ પેઢીને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપી પ્રગતિ કરીએ તે જરૂરી છે.
આ પ્રસંગે જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જનજાગૃતિ પત્રિકા વિતરણ દ્વારા લોકોને વિજ્ઞાન સમજ આપવાની વાત છે. ભારત દેશને કુપ્રથા, કુરિવાજ, વર્ષો જૂની ખોટી માન્યતાથી નુકસાન થયું છે. હવે જાગવાની જરૂર છે. ૨૧મી સદીને અનુરૂપ માનવીએ વ્યવહાર કરવો જોઈએ. આપણે સૌ તા. 7 નવેમ્બર 2026 શનિવારના રોજ પોતાના ગામ, વિસ્તારમાં આવેલ સ્મશાનની પરિવાર સાથે મુલાકાત કરી વિજ્ઞાન અભિગમ દર્શાવવા અપીલ કરવામાં આવે હતી ભૂત પ્રેત વિશાચ ડાકણ, ચૂડેલ, આસુરી શક્તિ વગેરેનો અસ્તિત્વ જ નથી તેનો ભય, ડર કાઢી નાખવા લોકોને અપીલ કરી હતી. કોઈપણ રાષ્ટ્રનો વિકાસ વિજ્ઞાન આધારિત કાર્યક્રમો અને તેના અમલ સકારાત્મક રીતે થાય તે જરૂરી છે.
મોરબી, જામનગર, રાજકોટ જિલ્લાના જાગૃત લોકોને તરઘડી ગામના સ્મશાનમાં કાળી ચૌદસ ની ઉજવણીનો અદભુત કાર્યક્રમ નિહાળવા અને માણવા અપીલ કરવામાં આવી હતી. વિજ્ઞાન જાથા વર્ષોથી ફિલ્ડ ઉપર કામ કરીને કાળી ચૌદસની નકારાત્મક વાતોનો છેદ ઉડાડી દીધો છે. બાળકોને ખોટો ભય, ડર બતાવવાની જરૂર નથી તેને નવા વિચારોથી અવગત કરીને સાચી સમજ આપવાની જરૂર છે.વિજ્ઞાનના લાભાલાભ માનવીના હાથની વાત છે તમે કેવી રીતે ઉપયોગ કરો છો તે જરૂરી છે. માનવ ઉત્થાન માટે વિજ્ઞાનનો ઉપયોગ થવો જોઈએ. મોરબી, રવાપર વિસ્તારમાં જાથા ના કાર્યકરોએ જનજાગૃતિ પત્રિકા નું વિતરણ કર્યું હતું. જાથાના કાર્યકરો એ લોકોને પત્રિકા વિતરણ કરીને ચાર ચોકમાં કુંડાળા ન કરવા, અનાજ પાણીનો બગાડ ન કરવા સહયોગ માગ્યો હતો. લોકોએ હકારાત્મક વલણ રાખી કાળી ચૌદસના દિવસે ચાર ચોકમાં કુંડળા મુકવાની કુપ્રથા ને તિલાંજલી આપવા માટે સહમત થયા હતા. આ તકે રોહિતભાઈ રાજદેવ, વિનોદભાઈ વામજા , ફાલ્ગુનભાઈ, રમેશભાઈ સહિત અનેક કાર્યકરો જોડાયા હતા. જાથાની ટીમ મોરબી જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક અને રાજકીય આગેવાનોને મળી પત્રિકા વિતરણનો હેતુ સ્પષ્ટ કર્યો હતો અને સહયોગ માંગ્યો હતો.