હળવદ પાણીની ખાલી બોટલ સ્કૂટરમાં અથડાવવાનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ જોવા ગયેલા કોન્ટ્રાક્ટર યુવાન સહિત બે વ્યક્તિ ઉપર હુમલો માળીયા (મી)ના વવાણિયા ગામે લગ્ન પ્રસંગના મનદુખનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે માર મારી: હવે સામસામી ફરિયાદ માળીયા (મી)ના વવાણિયા ગામે સગાઈ તોડી નાખ્યાનો ખાર રાખીને દીકરીના પિતા ઉપર 3 સગા ભાઈઓને કર્યો હુમલો વાંકાનેર નજીક ગોલો ખાવા ગયેલા બે મિત્રના બુલેટને બોલેરોના ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત મોરબી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા સ્કોર્પિયો ગાડીમાં આગળ, પાછળ અને સાઈડમાં નુકશાન મોરબી જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં જિલ્લા ખાણ ખનીજ વિભાજના અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા સ્કોર્પિયો ગાડીમાં આગળ, પાછળ અને સાઈડમાં નુકશાન


SHARE







મોરબી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા સ્કોર્પિયો ગાડીમાં આગળ, પાછળ અને સાઈડમાં નુકશાન

હળવદથી મોરબી તરફ આવવાના રસ્તા ઉપર નીચી માંડલ ગામ પાસે મોજે માસ્તરામ હોટલની સામે કટ પાસેથી સ્કોર્પિયો ગાડીનો ચાલક પોતાની ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે પોતાનું વાહન સ્કોર્પિયો ગાડીમાં અથડાવ્યું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં સ્કોર્પિયો ગાડીમાં આગળ અને પાછળના ભાગે તથા ડ્રાઇવર સાઈડમાં નુકસાન થયું હોય આ બાબતે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રવાપર નદી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના નાની કેનલ રોડ ઉપર કિશન પાર્ક-3 ખાતે રહેતા રાજનભાઈ પ્રભુભાઈ ભાલારા (33)એ ટ્રક કન્ટેનર નંબર જીજે 36 વી 5476 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ મોજે મસ્તરામ હોટલ સામેની કટ પાસેથી ફરિયાદી પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 3 એનબી 4422 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે નીચી માંડલ ગામ તરફથી તેઓ મોરબી પોતાના ઘરે જતા હતા તે સમયે હળવદ તરફથી આવતા ટ્રક કન્ટેનરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીની સ્કોર્પિયો ગાડીમાં ટ્રક કન્ટેનર અથડાવ્યું હતું જેથી સ્કોર્પિયો ગાડીમાં ડ્રાઇવર સાઈડમાં તથા આગળ અને પાછળના ભાગે નુકસાન થયું હોય આ બાબતે હાલમાં સ્કોર્પિયોના ચાલાકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News