મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારત માતાનું પૂજન કરીને વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરાઈ


SHARE





મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ભારત માતાનું પૂજન કરીને વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરાઈ

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા દર વર્ષે 14 ફેબ્રુઆરીના દિવસે ભારતમાતાનું પૂજન સાથે વિવિધ દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે મોરબી આદર્શ સ્કૂલ ખાતે સ્વસ્થ ઇન્ડિયા મસ્ત ઇન્ડિયાના સ્લોગન હેઠળ બહેનો માટે હેલ્ધી ફૂડ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર બહેનો, પ્રેક્ષક બહેનો અને ક્લબના તમામ બહેનોએ સૌપ્રથમ ભારત માતાનું પૂજન કર્યું હતું ત્યારબાદ દરેક સ્પર્ધકોએ ખુબ અવનવી શરીરને હંમેશા સ્વસ્થ રાખી શકાય તેવી હેલ્ધી વાનગી બનાવી હતી અને રજૂ કરી હતી આ હરીફાઈમાં સીમાબા જાડેજાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત મેદસ્વિતા કેમ્પના આયોજકો કાજલબેન આદ્રોજા, ઇન્દુબેન ફળદુ અને દેવાંશીબેન પરમાર અને તેમની પૂરી ટીમે ખૂબ સહયોગ આપ્યો હતો સાથે વિજેતા થયેલ તમામને ક્લબના ફાઉન્ડર પ્રેસિડન્ટ શોભનાબા ઝાલા તરફથી શિલ્ડ આપવામાં આવ્યા હતા આ તકે પ્રેસિડેન્ટ સુષ્માબેન દુધરેજીયાએ ગુજરાત યોગ બોર્ડની સમગ્ર ટીમ અને સ્પર્ધકો તેમજ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો




Latest News