મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના લખધીરગઢ ગામે રવિવારે સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ કરશે


SHARE













ટંકારાના લખધીરગઢ ગામે રવિવારે સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ કરશે

ટંકારાના લખધીરગઢ ગામના પનોતા પુત્ર ખેડૂતોના હૃદય સમ્રાટ તેમજ રાષ્ટ્રીય સ્તર સુધી સહકારી ક્ષેત્રે ખેડૂતોના હિત અને ગ્રામીણ અર્થતંત્ર માટે સતત ચિંતન કરનારા અને જીવનપર્યત ચરિતાર્થ કરનારા સેવાધારી નીડર વ્યક્તિત્વ ધરાવનાર સ્વ. વાઘજીભાઈ બોડાની કાયમી યાદગીરી રહે તે માટે તેઓના વતન લખધીરગઢ ગામમાં લખધીરગઢ ગામ સમસ્ત સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ વાઘજીભાઈ બોડાની પ્રતિમા મૂકવામાં આવશે તેનું અનાવરણ આગામી તા. ૨/૧/૨૨ ને રવિવાર કરવામાં આવશે

કાર્યક્રમના અધ્યક્ષ ક્રુભકોના ચેરમેન ડોક્ટર ચંદ્રપાલસિંઘ યાદવ, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિતના હાજર રહેશે અને ત્યારે વાઘજીભાઈ બોડાર્ની પ્રતિમાનું અનાવરણ દિલીપભાઈ સંઘાણીના હસ્તે કરવામાં આવશે અને અતિથી વિશેષ તરીકે ડો.બીજેન્દ્રસિંઘ, મોહનભાઈ કુંડારિયા, રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, લલીતભાઈ કગથરા, ઘનશ્યામભાઈ અમીન, મગનભાઇ વડાવીયા, ઘનશ્યામભાઈ ખાટરીયા, ડો. ડાહ્યાભાઇ પટેલ, અરવિંદભાઈ તાગડિયા, મહંમદ જાવીદભાઈ પીરઝાદા, ગોરધનભાઈ ધામેલીયા, મગનભાઈ ઘોણીયા, પ્રવીણભાઈ રૈયાણી, દલસુખભાઈ વી. પટેલ સહિતના ઉપસ્થિત રહેશે તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો, સહકારી મંડળીના પ્રમુખો, સભ્યો ટંકારા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે કાર્યક્રમનું આયોજન સમસ્ત લખધીરગઢ ગામ સમસ્ત શ્રી વેલીબા વાડી ખાતે કરવામાં આવ્યું છે અને રવિવાર તા ૨ ના રોજ બપોરે ૩:૩૦ કલાકે કાર્યક્ર્મ યોજાશે અને રાત્રિના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભજનીક શૈલેષ મહારાજ, ભજનીક નરેશભાઈ મિસ્ત્રી, સાહિત્યકાર હેમુભાઈ મીર, હાજી રમકડુ તથા સાજિંદા કલાકારો લોક ડાયરો રજુ કરશે.






Latest News