મોરબી પાનેલી ગામે સૂકા લીંબડાવાળા મેલડી માતાજીનો નવરંગ માંડવો યોજાશે
મોરબી જિલ્લા ભાજપ દ્વારા જુદાજુદા સંગઠનમાં હોદેદારોની વરણી કરવામાં આવી
SHARE









મોરબી જિલ્લા ભાજપ દ્વારા જુદાજુદા સંગઠનમાં હોદેદારોની વરણી કરવામાં આવી
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ એવં પરામર્શ કરીને જુદાજુદા સંગઠનમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા હોદેદારોની વરણી કરવામાં આવી છે
વાંકાનેર તાલુકા મહિલા મોરચામાં પ્રમુખ પદે રાજપરા રંજનબેન દુર્લભજીભાઈ, મહામંત્રી પદે વાઢેર સોનલબેન, ઉપપ્રમુખ દવે ડિમ્પલબેન અને પરમાર તરલાબેન પ્રભુભાઈ, મંત્રી વસીયાણી અમીતાબેન પરેશભાઈ, લાભુબેન કાળુભાઈ વસીયાણી, મધુબેન હરેશભાઈવાઘેલા અને હંસાબેન છગનભાઈ તેમજ કોષાધ્યક્ષ તરીકે પંડયા કિરણબેન પરીક્ષીતભાઈને લેવામાં આવેલ છે
મોરબી જિલ્લા સોશિયલ મીડિયા ટીમ-યુવા મોરચોમાં કુલદીપ ચાવડા, સંદિપ અઘારા, સંજય ઠાકોર, ગજેન્દ્ર ભટ્ટ, રવિ ફુલતરીયા, રાકેશ કાસુન્દ્રા, ભાવેશ ચાપાણી, લલિત ભોરણીયા, જય પાટડીયા, મયુર પરમાર, મયુર પટેલ, કલ્પેશ પરમારનો સમાવેશ કરવામાં આવેલ છે તો મોરબી જિલ્લા મહિલા મોરચામાં મહામંત્રી તરીકે રસીલાબેન મહેશભાઈ ચાપાણી, કોષાધ્યક્ષ પદે દક્ષાબેન ચંદ્રકાંતભાઈ જોષી, કાર્યાલય મંત્રી તરીકે નેહાબેન પ્રવિણભાઈ બદ્રકિયા અને મીડિયા ઇન્ચાર્જ તરીકે ક્રિષ્નાબેન રાધેશભાઈ બુદ્ધભટ્ટીને લેવામાં આવેલ છે
