મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વાહન લે-વેચના રૂપિયા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE







વાંકાનેરમાં વાહન લે-વેચના રૂપિયા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેરની ભાટીય સોસાયટીમાં રહેતા યુવાનને સાત આઠ મહિના પહેલા વાહનની લે વેચના પૈસા બાબતે બાબતે મારામારી થઈ હતી જે બાબતને લઈને બંને પક્ષેથી મારા મારી કરવામાં આવી હતી જેથી કરીને બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ હાલમાં બંને પક્ષેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેના આધારે પોલીસે જુદાજુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ભૂતનાથ મંદિર પાસે રહેતા સંજયભાઈ રાણાભાઇ ખાંડેખાં (32)એ  હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા, કિશોરસિંહ ઝાલા, રવિરાજસિંહ કિશોરસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા, શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ સહદેવસિંહ ઝાલા રહે. બધા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે, તેઓને આરોપી સાથે અગાઉ સાત-આઠ મહિના પહેલા વાહન લે વેચના પૈસા બાબતે મારા મારી થઈ હતી જે બાબતનું મન દુઃખ રાખીને આરોપીઓ સ્વિફ્ટ અને બલેનો ગાડીમાં આવ્યા હતા અને સાહેહરેશભાઈને હરપાલસિંહ ઝાલાએ છરી મારીને ઇજા કરી હતી જ્યારે શિવરાજસિંહ ઝાલાએ સ્વીફ્ટ ગાડી મારી નાખવાના ઇરાદે ચલાવીને સાહેને ડફેટ લઈને નાની મોટી ઇજાઓ કરી હતી જો કે, બાકીના આરોપીઓએ ફરિયાદી સહિતના સાહેદોને ગાળો આપી હતી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જયારે સામાપક્ષેથી વઘાસિય ગામે રહેતા શિવરાજસિંહ સહદેવસિંહ ઝાલા (30)એ હાલમાં સંજયભાઈ રાણાભાઇ ખાંડેખા, બળદેવભાઈ રાણાભાઇ ખાંડેખા, હરેશભાઈ રાણાભાઇ ખાંડેખા, અંકુર રાજગોર, શિવાજી રાજગોર, રાહુલ રાજગોર, રોહિત ખેંગારભાઈ રાજગોર અને રમેશભાઈ ધીરુભાઈ રાજગોર રહે. તમામ ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે સાહેહરપાલસિંહને આરોપી સંજયભાઈ ખાંડેખા સાથે સાત-આઠ મહિના પહેલા વાહનની લે વેચ ના પૈસા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવનો ખાર રાખીને ફરિયાદીની સ્વિફ્ટ  કારના આગળ અને પાછળના કાચમાં ધોકા અને પાઇપ મારીને ગાળો આપી હતી અને વાહનમાં નુકસાન કર્યું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News