મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીક સોનાના સાચા દાગીના બતાવીને ખોટા ધબડી દઈને માતા-પુત્ર સાથે 5 લાખની ઠગાઇ


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી નજીક સોનાના સાચા દાગીના બતાવીને ખોટા ધબડી દઈને માતા-પુત્ર સાથે 5 લાખની ઠગાઇ

વાંકાનેર બાઉન્ડ્રી નજીક યુવાન અને તેની માતાને સાચા હોલમાર્ક વાળા સોનાના દાગીના બતાવીને 5 લાખ રૂપિયામાં આપી દેવાનું કહ્યું હતું અને ત્યાર બાદ યુવાન તથા તેની માતાને વિશ્વાસમાં લઈને ખોટા બનાવટી દાગીના આપીને તેઓની પાસેથી રોકડા 5 લાખ રૂપિયા લઇ લેવામાં આવેલ છે અને તેઓની સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઈ કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર શહેરમાં આવેલ ડો. દેલવાડીયા સાહેબના દવાખાના પાસે રહેતા સતિષભાઈ હરસુખલાલ ચારોલીયા (25)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામકુભાઈ માથાસુરીયા રહે. અમરેલી તથા બે અજાણ્યા શખ્સો આમ કુલ ત્રણ વ્યક્તિઓની સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ઠગાઇની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ખોડીયાર ચા ની હોટલ પાસ સામે આરોપીઓએ ફરિયાદી તથા તેની માતાને સાચા હોલમાર્ક વાળા સોનાના અલગ અલગ દાગીના બતાવ્યા હતા અને 5 લાખ રૂપિયામાં તે વેચવાનો સોદો કરીને ફરિયાદી તેમજ તેની માતાને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી તથા તેની માતાને ખોટા બનાવટી અલગ અલગ દાગીના આપીને 5 લાખ રૂપિયા લઈ લીધા હતા અને તેની માતા તથા ફરિયાદીની સાથે વિશ્વાસઘાતમ છેતરપિંડી અને ઠગાઈ કરેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News