મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના વીરપર નજીકથી 1000 લિટર આથો-45 લિટર દારૂ સાથે એક પકડાયો: સુંદરગઢ ગામે ઘરમાંથી 100 લિટર દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE







વાંકાનેરના વીરપર નજીકથી 1000 લિટર આથો-45 લિટર દારૂ સાથે એક પકડાયો: સુંદરગઢ ગામે ઘરમાંથી 100 લિટર દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વીરપર ગામની સીમમાં વડીયા વિસ્તારમાં ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1000 લીટર આથો તથા 45 લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 34,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિશાલભાઈ ભરતભાઈ જંજવાડીયા (23) રહે. જોધપર નદી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે ગૌરવ નામના શખ્સનાં કબ્જા વાળા મકાનમાં સ્થાનિક પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 100 લિટર દેશી દારૂ મળી આવતા 20,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગૌરવ ઉર્ફે ગવો સુખદેવભાઈ ખાંભડીયા રહે. સુંદરગઢ તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News