વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 19 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા


SHARE





























વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા

વાંકાનેરમાં રહેતા વૃદ્ધ ડબલ સવારી બાઇક લઈને વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ પર આવેલ નર્સરી ચોકડી પાસેથી વરડુસર ગામે માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન કાર ચાલકે પાછળથી તેઓના બાઈકની હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને માથામાં તથા બંને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી કરીને તેઓનું મોત નીપજયું હતું જ્યારે બાઈક ઉપર તેઓની સાથે બેઠેલા મહિલાને ઈજા થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરમાં મામલતદાર કચેરી પાછળના ભાગમાં આવેલ પંચશીલ સોસાયટીમાં રહેતા પરબતભાઈ જેહાભાઇ લામકા (40)એ કાર નંબર જીજે 3 એમઆર 4827 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના પિતા જેહાભાઇ નાજાભાઇ લામકા (70) તથા સાહેદ રખુબેન બંને બાઈક ઉપર વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈક નંબર જીજે 3 બીજે 8325 ને કાર ચાલકે પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે અને બંને પગમાં ફેકચર જેવી ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રખુબેનને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક જેહાભાઇ લામકા વરડુસર ગામે માતાજીના દર્શને જતા હતા અને ત્યારે કાર ચાલકે તેઓના બાઈકને પાછળથી હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા થવાથી તેઓનું મોત નીપજયું છે












Latest News