મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર


SHARE





મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ બૌદ્ધનગરમાં આંગણવાડી સામે વૃદ્ધ ઉભા હતા ત્યારે વાહન ચાલકે પાછળ જોયા વગર વાહનને રિવર્સમાં લીધું હતું જેથી વૃદ્ધના ડાબા પગના પંજામાં ઇજા થઈ હતી તેમજ થાપા, કમર અને ગોળામાં ફેક્ર જેવી ઈજા થઈ છે જેથી તેઓને સારવારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા લખુભાઈ દાનાભાઈ સોલંકી (60) નામના વૃદ્ધે વાહન નંબર જીજે 36 એલ 3965 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, બોદ્ધનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી પાસે તેઓ ઉભા હતા ત્યારે વાહન ચાલકે પાછળ જોયા વગર પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું અને ત્યારે ફરિયાદીને હડફેટે લેતા તેના ડાબા પગના પંજામાં ઇજા કરી હતી તેમજ ડાબા પગના થાપા, કમર અને ગોળામાં ફ્રેક્ચર જેવી ઇજા કરી છે જેથી સારવાર માટે તેઓને હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News