મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ


SHARE











વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ

વાંકાનેરના અમરસર ફાટક પાસેથી બે મહિલાઓ હાથમાં થેલો અને બેગ લઈને પસાર થઈ હતી જેને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેની પાસે રહેલ થેલા અને બેગમાંથી કુલ મળીને દારૂની 4 બોટલ તથા બિયરના 107 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 27,540 રૂપિયાની કિંમતના દારૂ બિયરના જથ્થા સાથે બે મહિલા આરોપીની ધરપકડ કરેલ છે અને બંને મહિલા આરોપીઓ પાસેથી મળી આવેલ દારૂ અને બિયરનો જથ્થો તે ક્યાંથી લાવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના અમરસર ફાટક પાસેથી પસાર થઈ રહેલ મહિલાઓને રોકીને તેની પાસે રહેલાં થેલા અને બેગને ચેક કરવામાં આવતા થેલામાંથી દારૂની 4 બોટલ જેની કિંમત 4000 રૂપિયાની તેમજ 107 બિયરના ટીજેની કિંમત 23,540 આમ કુલ મળીને 27,540 ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી જેનબબેન ઈસ્માઈલભાઈ સિંધી (60) અને શહેનાઝબેન અલ્લારખાભાઇ ગજીયા (35) રહે. બંને ગરીબ નગર પાણાખણ પંચશીલ મીલની બાજુમાં ઢીચળા રોડ જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને બંને મહિલાની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બંને મહિલા પાસેથી મળી આવેલ દારૂ અને બયરનો જથ્થો તે ક્યાંથી લાવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

બે બોટલ દારૂ સાથે પકડાયો

મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ શિવાપાર્ક સોસાયટી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 726 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી બીપીનભાઈ હિંમતભાઈ મહેતા (55) રહે. શિવ પાર્ક પીપળી રોડ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News