મોરબી જલારામ ધામ ખાતે મહાપ્રસાદ યોજી સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો વાધડિયા પરિવાર મોરબીમાં બે અજાણ્યા મૃતદેહ મળતા ચકચાર: ઓળખ અને વાલીવારસની શોધમાં પોલીસ વડતાલ ખાતે યોજાયેલ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલવા  રાજ્ય કારોબારીમાં કરાઇ રજુઆત મોરબીમાં ગેરેજમાં મજૂરી કરતાં બે શખ્સનાં બેન્ક એકાઉન્ટમાં 94 દિવસમાં થયું 3.49 કરોડનું ટ્રાન્જેક્શન !: તપાસનો ધમધમાટ મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવ યોજાયો: દીકરીઓએ રજૂ કરેલ તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર મોરબીના વાવડી પાસે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વ્યાસ શરદોત્સવની યોજાયો ટંકારામા જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો !


SHARE







ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો !

ટંકારાના નસીતપર ગામની સીમમાં આવેલ ધરતી સ્પિનિંગ મિલમાં મજૂરી કરનારા યુવાનને પગાર રૂપિયા લેવા હતા જેથી તેને રૂપિયા માટે કંપનીના મેનેજરને ફોન કર્યો હતો અને જે મેનેજરને સારું નહિ લગતા કંપનીના મેનેજરે લેબર ક્વાર્ટર પાસે યુવાનને ગાળો આપી હતી અને ધોકા વડે મારમારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પડધરી તાલુકાના ખામટા ગામના રહેવાસી વિજયભાઈ કાનજીભાઈ વાઘેલા (29)એ હાલમાં ધરતી સ્પિનિંગ મિલના મેનેજર સંતોષભાઈ પટેલ સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ધરતી સ્પિનિંગ મિલમાં તેમને પગાર લેવાનો બાકી નીકળતો હોય તે રૂપિયા લેવા માટે તેણે કંપનીના મેનેજરને ફોન કર્યો હતો અને જે મેનેજરને સારું નહીં લાગતા ધરતી સ્પિનિંગ મિલના લેબર ક્વાર્ટર પાસે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ધોકા વડે મારમારીને શરીરે ઇજાઓ કરી હતી જેથી ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News