મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ


SHARE







વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ

વાંકાનેરના ભલગામ નવાપરા પાસે કારખાનાની દીવાલ પાસેથી બીમારી સબબ મૃત્યુ પામેલ હાલમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તાલુકા પોલીસ દ્વારા મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તેમજ તેના વાલી-વારસને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી છે.

વાંકાનેરના ભલગામ નવાપરા પાસે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. અને ગત તા. ૩/૪/૨૦૨૬ ના રોજ આશરે ૧૨:૦૫ વાગ્યાના આસપાસ ભલગામ નવાપરા ખાતે આવેલી હોટલ આઈ કૃપાની સામે, આદિત્ય લોખંડના કારખાનાની દીવાલ પાસેથી આશરે ૪૦ થી ૫૦ વર્ષની વયનો અજાણ્યો પુરુષ બીમારીના કારણે મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો. હાલ આ મૃતદેહને ઓળખ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ ખાતે રાખવામાં આવ્યો છે. અને મૃતકે શરીરે બ્લુ, લાલ અને સફેદ કલરની ચોકડીવાળું આખી બાયનું ટી-શર્ટ તથા કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરેલ છે. વિશેષ ઓળખ તરીકે મૃતકના ડાબા હાથના બાવળા પર અંગ્રેજીમાં 'D.S' ત્રોફાવેલ (ટેટૂ) છે. વ્યક્તિ વિશે કોઈપણ માહિતી હોય અથવા તેમના વાલી-વારસ અંગે કોઈ જાણકારી મળે તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એચ. વાસાણી મો. ૬૩૫૧૨ ૧૪૮૮૩ અથવા પોલીસ સ્ટેશનના ફોન નં. ૬૩૫૯૬ ૨૬૦૮૬ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News