મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની


SHARE





મોરબીના આમરણ નજીક કાર-માલ વાહક વાહન વચ્ચે અકસ્માત, બંને વાહનમાં નુકસાની

મોરબીના આમરણ ગામ નજીક નદીના પુલ ઉપર કાર અને માલ વાહક વાહન વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બંને વાહનોમાં નુકસાની થઈ હતી અને બંને વાહનના ચાલકોને સામાન્ય ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને જે જગ્યાએ અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યાં રસ્તો સાંકળો હોવાના કારણે અવારનવાર ત્યાં અકસ્માત, ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે તેવી માહિતી સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહી છે

મોરબીના આમરણ ગામથી ધ્રોલ તરફ જવાના રસ્તા ઉપર ડેમી નદી ઉપર પુલ આવેલ છે તે પુલ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે અર્ટિકા કાર અને સામેથી આવતા માલ વાહક વાહન વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને વાહનોની અંદર નુકસાન થયેલ છે અને અકસ્માતના આ બનાવમાં બંને વાહનના ચાલકોને ઈજાઓ થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને અકસ્માત થવાના કારણે રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ અકસ્માતમાં બનાવ બન્યો હતો ત્યાં રસ્તો સાંકળો હોવાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત થતા હોય છે તેમજ ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે આગામી સમયમાં ત્યાં કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેની જવાબદાર કોની તે સૌથી મોટો સવાલ છે.




Latest News